Friday, July 19, 2024
Google search engine
HomeGujaratઅનુભવીઓને હરાવી 22 વર્ષની યુવતી બની ગામની સરપંચ, લોકોએ સાથે સેલ્ફી લેવા...

અનુભવીઓને હરાવી 22 વર્ષની યુવતી બની ગામની સરપંચ, લોકોએ સાથે સેલ્ફી લેવા કરી પડાપડી

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે મોટો ઈતિહાસ રચાયો છે. આ વખતની ચૂંટણીમાં યુવાનોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. એટલું જ નહીં એમાંથી મોટા ભાગના ચૂંટણી જીત્યા છે. ગુજરાતમાં ઠેર ઠેર શિક્ષિત યુવાનોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી ક્યાંક એન્જિનિયર તો ક્યાંક પ્રોફેસર સરપંચ બન્યા છે.

છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગામમાં માત્ર 22 વર્ષની યુવતીએ સરપંચની ચૂંટણી જીતીને કીર્તિમાન સ્થાપ્યો છે. પાવીજેતપુરની ઘૂટણવડ ગ્રામ પંચાયતમાં 22 વર્ષની ફાર્મસી કરેલી યુવતી પલ્લવી રાઠવાના હાથમાં ગામનું સુકાન સોંપવામાં આવ્યું છે.

પાવીજેતપુરની ઘૂટણવડ ગ્રામ પંચાયતમાં કુલ 4 ગામ સમાવિષ્ટ છે. આ 4 ગામમાંથી 3856 મતદારોએ મતદાન કર્યું હતું. આ પંચાયતમાં સરપંચપદ મહિલા માટે અનામત હોવાથી 7 મહિલાઓએ ઉમેદવારી કરી હતી.જેમાં પૂર્વ સરપંચ કકકુબેન રાઠવા તથા ગામની માત્ર 22 વર્ષની ફાર્મસી કરેલી યુવતી પલ્લવી રાઠવા વચ્ચે રસાકસી જામી હતી. જેમાં પૂર્વ સરપંચ કકકુબેનને 694 મત મળ્યા હતા. જ્યારે વિજેતા સરપંચ પલ્લવીબેનને 852 મત મળતાં તેમની 158 મતથી શાનદાર જીત થઈ હતી.

ગામના લોકોએ પણ યુવા સરપંચ તરીકે પલ્લવી રાઠવાની જીતને જબરદસ્ત રીતે આવકારી હતી. પલ્લવી રાઠવાનું વિજેતા સરઘર કાઢમાં આવ્યું હતું. જેમાં ગામના લોકોએ નવા ચૂંટાયેલા સરપંચ પલ્લવી રાઠવા સાથે સેલ્ફી લીધી હતી.

ગામમાં નવા ચૂંટાયેલા સરપંચ પલ્લવી રાઠવાના વિજય સરઘસમાં ગામના લોકો મનમૂકીને નાચ્યા હતા. જ્યારે પલ્લવીનું ગામમાં ઠેર ઠેર ફૂલોનો હાર પહેરાવી સ્વાગતમાં કરવામાં આવ્યું હતું.

ઝાલોદમાં 21 વર્ષની વિદ્યાર્થિની સરપંચ પદે પહોંચી
ઝાલોદ તાલુકાના ઘેંસવા ગામમાં 21 વર્ષની વિદ્યાર્થિની રીન્કુ ડામોર સરપંચ પદે ચૂંટાઈ હતી. તેની સામે સ્થાનિક ડૉક્ટર સહિતના ઉમેદવારો હતા. વિજય બાદ રીન્કુનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

કાંકરેજમાં ધોરણ 12 પાસ 21 વર્ષની કાજલ ઠાકરનો વિજય
કાંકરેજમાં સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે. 105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

RELATED ARTICLES

15 COMMENTS

  1. Thanks on your marvelous posting! I really enjoyed reading
    it, you will be a great author. I will make certain to bookmark your blog and will come back sometime soon.
    I want to encourage you to continue your great writing, have a nice
    holiday weekend!

  2. Hello I am so excited I found your blog page, I really found you by error,
    while I was browsing on Askjeeve for something else,
    Regardless I am here now and would just like to say thanks for a incredible post
    and a all round thrilling blog (I also love the theme/design), I don’t have time
    to read through it all at the minute but I have book-marked
    it and also added your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the great work.

  3. I’m amazed, I must say. Seldom do I come across a blog that’s both equally educative and amusing, and without a doubt,
    you have hit the nail on the head. The issue is something not
    enough people are speaking intelligently about. I’m very happy that I found this
    in my hunt for something concerning this.

  4. What’s up i am kavin, its my first occasion to commenting anywhere, when i read this post i thought i could also make comment due to this sensible paragraph.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments