Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratક્લિનિક જવા નીકળેલી મહિલા તબીબની મળી લાશ, કેમ ભર્યું આવું પગલું?

ક્લિનિક જવા નીકળેલી મહિલા તબીબની મળી લાશ, કેમ ભર્યું આવું પગલું?

સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતી ફિઝિયોથેરાપિસ્ટ મહિલાની લગ્નના 27 દિવસ બાદ હનુમાન ટેકરી પાસે આવેલી તાપી નદીમાંથી લાશ મળી આવી છે. આ ઘટના અંગે પોલીસની જાણ થતાં પોલીસે યુવતીએ તાપીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું જણાવી રહી છે. મહત્વની વાત એ છે કે, હજુ તો 27 દિવસ પહેલા જ યુવતીના લગ્ન થયા છે. તાપીમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. ફિઝિયોથેરાપિસ્ટના અકાળે મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

સુરતના પાલનપુર પાટિયા સ્થિત શ્રી રંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષીય હેમાંગી ડેરિકભાઈ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ હતી. 27 દિવસ પહેલા જ ઓનલાઇનના બિઝનેસ સાથે સંકળાયેલા ડેરિકભાઈ સાથે તેના લગ્ન થયા હતા. દરમિયાન અચાનક શું થયું કે, હેમાંગી મંગળવારે નોકરી પર જવાનું કહીને નીકળી અને પછી ઘરે આવી જ નહીં. ત્યારબાદ પરિવાર તેની શોધખોળમાં લાગી ગયું હતું અને બુધવારે સવારે હેમાંગીની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ સિંગણપોર પોલીસને કરતા સિંગણપોર પોલીસનો સ્ટાફ ઘટના સ્તરે દોડી આવીને તપાસ હાથ ધરતા યુવતીએ તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ઘટના અંગેની જાણ થતા સિંગણપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સાથે પહોંચ્યા બાદ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં જુદા જુદા નિષ્ણાંત તબીબોની પેનલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ઘટના અંગે એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે સિંગણપુર પોલીસ ને જાણ કરવામાં આવી હતી કે, હનુમાન ટેકરી પાસે તાપી નદીમાં કિનારે એક યુવતીની લાશ છે. જેને લઇ અમારો પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હેમાંગીબેને નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. પરંતુ આ આપઘાત તેણે શા માટે કર્યો છે. તે એની પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેણી પાસેથી કોઈપણ સુસાઇડ નોટ મળી આવી નથી. ઘટનાને પગલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

ફિઝીયોથેરાપિસ્ટ યુવતીના આપઘાત પાછળ અનેક રહસ્યો ઘેરાયેલા છે. મંગળવારે હેમાંગી પોતાના સાસરે થી નીકળ્યા બાદ બીજા દિવસે તેની લાશ જ મળી આવી હતી. આ વચ્ચે પરિવાર દ્વારા હેમાંગીને અનેક વખત ફોન કરવામાં આવ્યા હતા. પરંતુ હેમાંગી નો ફોન લાગતો ન હતો અને તેની સાથે સંપર્ક થઈ શકતો ન હતો. જોકે હેમાંગીને ફોન પર વહેલી સવારે પરિવારે રિંગ કરી તો રીંગ ગઈ હતી પરંતુ હેમાંગીએ ફોન ઉચક્યો ન હતો. જેને લઇ ફોનને આધારે લોકેશન હનુમાન ટેકરી કાપી નદી કિનારાની આસપાસનું બતાવતું હતું. જ્યાં પરિવાર દ્વારા તપાસ કરાતા તાપી નદીમાંથી યુવતીની લાશ મળી આવી હતી. જેને લઈ સિંગણપુર પોલીસ ક્યાં ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હાલ યુવતી નો મોબાઇલ પોતાના કબજામાં લીધો છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે.

ફિઝીયોથેરાપિસ્ટના ક્લિનિક પર હેમાંગી નોકરી કરતી હતી. ત્યારે મંગળવારે હેમાંગી સવારે નોકરી પર જવા નીકળી હતી. ફરી પાછી બપોરે ઘરે આવી હતી અને અચાનક થોડા સમય પછી ફરી નોકરી પર જવાનું છે એમ કહી ઘરેથી મોપેડ નીકળી ગઈ હતી. જોકે થોડા સમય પછી ક્લિનિક પરથી ડોક્ટરને હેમાંગીના પતિ ભાઈને ફોન કરી કહ્યું હતું કે હેમાંગીબેન ક્લિનિક પર આજે કેમ આવ્યા નહીં. તેનો ફોન પણ કેમ લાગતો નથી.? એવો પ્રશ્ન કરતા તેના પતિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જેને લઇ તેને પતિએ તાત્કાલિક હેમાંગીના પિયર જાણ કરી હતી. તો તે ત્યાં પણ ન હતી. જેને લઇ પરિવાર ગભરાઈ જતા તેમણે અનેક શોધખોળ કરી હતી. આખરે મોડી રાત્રે પરિવારે હેમાંગીની રાંદેર પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ આપી હતી.

મંગળવારે બપોરે ઘરેથી નોકરી પર જવા માટે નીકળી હતી. બાદમાં કલીનીક પર પહોચી ન હતી, કલીનીક પરથી ફોન કરીને તે કલીનીક પર કેમ નથી. આવી તેવી પૂછપરછ પણ કરાઈ હતી.જેથી પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. બાદમાં તેના મિસિંગની ફરિયાદ રાંદેર પોલીસ મથકમાં નોંધાવી હતી

આ દરમ્યાન બુધવારે તેની લાશ હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી મળી આવી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે જરૂરી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ફિઝિયોથેરાપિસ્ટ યુવતીના 27 દિવસ અગાઉ જ લગ્ન થયા હતા તેણીના આપઘાતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તેણીના આપઘાતનું કારણ સામે નથી. આવ્યું પરંતુ હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page