‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં આ નાનકડાં બાળકને જોઈને નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ઊભા થઈ ગયા પછી શું થયું?

Featured International

હ્યૂસ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીયો સાથે હ્યુસ્ટનમાં સભાને સંબોધિત કરી હતી. 50 હજારથી વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ભારતના લોકનૃત્યોની સાથે પશ્ચિમી ગીતોની ધમાલ સાથે રંગારંગ કાર્યક્રમ લોકોએ નીહાળ્યો હતો. આ બધાંની વચ્ચે એક છોકરાએ લાખો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ બાળક મોદી અને ટ્રમ્પને રોકીને તેમની સાથે સેલ્ફી લઈને રાતોરાત સ્ટાર બની ગયો છે.


હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં આયોજીત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમાં ભાગ લીધો હતો. જ્યારે ટ્રમ્પ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા તો તેઓ નરેન્દ્ર મોદીની સાથે મુખ્ય સમારંભ સ્થળની તરફ જઈ રહ્યા હતાં ત્યારે બંન્ને નેતા એકબીજાના હાથ પકડી આગળ વધતા હતા. તે સમયે એક બાળક નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની સાથે સેલ્ફી લીધા બાદ ચર્ચામાં આવી ગયો હતો. સોશિયલ મીડિયા પર બધાં લોકો આ બાળક અંગે પ્રશ્ન પૂછવા લાગ્યા હતાં.

મંચ પર જતાં પહેલાં કેટલાંક ભારતીય બાળક બંને નેતાઓના આગેવાની માટે પરંપરાગત કપડાંમાં ઉભા હતાં. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ બધાં બાળકો સામે હસતાં-હસતાં જોઈ આગળ વધી રહ્યા હતા. ત્યારે ટ્રમ્પે એક બાળકના હાથમાં મોબાઈલ જોયો અને તેઓ ઉભા રહી ગયા હતાં. તેમણે બાળકને કંઈક પૂછ્યું હતું જોકે તે બાળકને કંઈ ખબર પડી નહતી તેવું લાગી રહ્યું છે.

ટ્રમ્પને થોભેલા જોઈ પીએમ મોદી પણ થોભી ગયા હતા અને તેમની પાસે આવી ગયા હતાં. જોકે સફેદ ડ્રેસ પહેરેલ બાળક પીએમ મોદી અને ટ્રમ્પની સાથે સેલ્ફી લેવા માંગતો હતો. બંને નેતા આ વાત માટે ખુશી-ખુશી તૈયાર થઈ ગયા હતાં. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પે આ બાળકની સાથે સેલ્ફી પણ લીધી હતી. સેલ્ફી લીધા બાદ પીએમ મોદીએ બાળકની પીઠ થપથપાવી જ્યારે ટ્રમ્પે તેની સાથે હાથ મિલાવીને આગળ ચાલવા લાગ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *