Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalVideo: ISRO ચીફ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા તો PM નરેન્દ્ર મોદી તેમની પીઠ...

Video: ISRO ચીફ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા તો PM નરેન્દ્ર મોદી તેમની પીઠ થપથપાવી હિંમત વધારી

બેંગલુરુ: શનિવાર સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ભાવુક થઈ ગયા જ્યારે તેઓ ISROના બેંગલુરુ સેન્ટરથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પરત આવી રહ્યા હતાં. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ સેન્ટરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ISRO ચીફ કે. સીવન તેમને ‘સી ઓફ’ કરવા આવ્યા હતા તે દરમિયાન ઈસરો ચીફની આંખો ભરાઈ ગઈ હતી અને રડી પડ્યા હતાં. જોકે, પીએમ મોદીએ તેમને ભેટીને ઉત્સાહ વધાર્યો હતો.


ઈસરો કંટ્રોલ રૂમમાં વૈજ્ઞાનિકોએ આપેલા સંબોધન બાદ નરેન્દ્ર મોદી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ઈસરો ચીફ કે.સિવન ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતાં. નરેન્દ્ર મોદીએ ઈસરો ચીફને ગળે લગાડી હિંમત આપી હતી. નરેન્દ્ર મોદીએ ઈસરો ચીફની પીઠ થપથપાવી હતી અને તેમને ગળે લગાવ્યા હતાં.


આ દરમિયાન નરેન્દ્ર મોદી પણ ભાવુક જોવા મળ્યાં હતાં. નોંધનીય છે કે, શુક્રવાર અને શનિવારની રાત્રે Chandrayaan 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ ઈસરોના અધ્યક્ષ કે. સીવને કહ્યું હતું કે, ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરથી કોમ્યુનિકેશન શનિવાર વહેલી પરોઢે તૂટી ગયો છે અને આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.


નરેન્દ્ર મોદીને તેમની ગાડી સુધી મુકવા આવેલ ઈસરો ચીફ પોતાને સંભાળી શક્યા નહતાં અને તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા હતા ત્યાર બાદ પીએમે તેમને ગળે લગાવીને તેમની પીઠ થાબડી હતી. પીએમ ગાડીમાં બેઠા અને કે.સિવન સાથે હાથ મિલાવીને તેમને અલવિદા કહ્યું હતું. જોકે આ બધાંની વચ્ચે સિવનની આંખો અને ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page