Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalG7 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને PM નરેન્દ્ર મોદી વચ્ચે થઈ મુલાકાત, કાશ્મીર...

G7 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને PM નરેન્દ્ર મોદી વચ્ચે થઈ મુલાકાત, કાશ્મીર મુદ્દાને લઈને કરી ચર્ચા

ફ્રાન્સ આયોજીત G7 સમિટ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ વાત કરી હતી છે કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્ધિપક્ષીય મુદ્દો છે અને અન્ય કોઈ દેશને તેમાં દખલ કરવાની જરૂર નથી.

ટ્રમ્પે પણ તેમની વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી પર તેમને પુરો વિશ્વાસ છે. નોંધનીય છે કે ટ્રમ્પ અનેકવાર કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરી ચૂક્યા છે.


કાશ્મીર મુદ્દે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક દ્ધિપક્ષીય મુદ્દો છે. પાકિસ્તાનમાં ચૂંટણી બાદ પાકિસ્તાની વડાપ્રધાન સાથે મેં ફોન પર વાત કરી અને કહ્યું હતું કે, પાકિસ્તાનને બીમારી, ગરીબી અને અશિક્ષણ વિરૂદ્ધ લડવાનું છે. બંન્ને સાથે મળીને તેના વિરૂદ્ધ લડશે. બંન્ને દેશોના લોકોના ભલા માટે કામ કરશે.


ત્યાર બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, અમે કાશ્મીર મુદ્દા પર વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, તમામ બાબતો પુરી રીતે નિયંત્રણમાં છે. મને આશા છે કે તે કાંઇક સારું કરવામાં સફળ રહેશે. નરેન્દ્ર મોદી સાથે ગઈ રાત્રીએ અમે કાશ્મીર પર ચર્ચા કરી હતી. મને આશા છે કે, ભારત અને પાકિસ્તાન સાથે મળીને સમસ્યાઓને ઉકેલી લાવી દેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page