બિશ્કેક એરપોર્ટથી જ PM નરેન્દ્ર મોદીએ CM રૂપાણીને ફોન કરીને વાવાઝોડાં અંગે માહિતી મેળવી

Feature Right Gujarat

નવી દિલ્હી: ખાનગી વેધર એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાશે નહીં. વાયુ હાલ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે. શક્યતા છે કે કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળશે અને ત્યાં પાંચથી છ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પર આવેલા સંકટ અંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોન પર રાજ્યની સ્થિતિ અંગે સમિક્ષા કરી છે. નરેન્દ્ર મોદીએ બિશ્કેક પહોંચીને એરપોર્ટ પરથી જ CM રૂપાણી સાથે રાજ્યની સ્થિતિ અંગે વાત કરી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *