Friday, July 19, 2024
Google search engine
HomeNationalસરપંચ સાથે મળીને સંબંધીએ તસ્કરોને બચાવવા માટે કરાવ્યો હતો 10 લાખનો સોદો

સરપંચ સાથે મળીને સંબંધીએ તસ્કરોને બચાવવા માટે કરાવ્યો હતો 10 લાખનો સોદો

પોલીસે મહિલા SHO અને તસ્કર વચ્ચે ડીલ કરાવનારા દલાલની જાલોરથી ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ ઘણાં ખુલાસા કર્યા છે. જેમાં હવે એક સરપંચનું પણ નામ સામે આવ્યું છે. દલાલ હેમારામના જીજાજી અને સરપંચે સીમા જાખડ સાથે ડીલ કરાવી હતી. આ પછી જ્યારે 10 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો તો હેમાએ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. SP ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે, બરલૂટમાં તસ્કરી મામલે સરૂપગંજ પોલીસ અધિકારી હરિ સિંહ રાજપુરોહિતને તપાસ સોંપી હતી.

આ મામલે તપાસ કરતા સામે આવ્યું છે કે, તસ્કરોને બચાવા માટે જાલોર જિલ્લાના એક વેપારી સાથે ડીલ થઈ હતી. એવું પણ સામે આવ્યું છે કે, તસ્કર રમેશ-જિનેશ બંને અલગ-અલગ જિલ્લાથી છે. પણ હેમરાજના જીજાજી આ બંનેને જાણતો હતો. તપાસ અધિકારી હરિસિંહે જણાવ્યું કે, 10 લાખ રૂપિયાની ડીલ કરાવવા માટે માંગીલાલ અને અશોક નામના એક સરપંચે પોલીસની ડીલ કરાવી હતી. પોલીસ અત્યારે હેમારામ વિશ્નોઇની કડક રીતે પૂછપરછ કરી રહી છે. પોલીસને આશા છે કે, આ અંગે ઘણાં રહસ્યો સામે આવશે.

જાલોર જિલ્લાના એક ગામથી પકડાયો હતો આરોપી
પોલીસે એક દલાલની જાલોર જિલ્લાના કરડા હલ્કા પોલીસ સ્ટેશનથી ધરપકડ કરી છે. આરોપીએ ડીલ કરાવવા માટે દરેક લોકોના નામ પોલીસને જણાવ્યા છે. આ પછી પોલીસ તેની પણ ભૂમિકાની તપાસ કરી રહી છે. એવી વાત પમ સામે આવી છે કે, ડીલ કરાવનારા માંગીલાલ અને એક સરપંચ હતાં. ચિતલવાના નિવાસી હેમા વિશ્નોઈએ તેના મકાનથી પકડીને સરુપગંજ પોલીસ સ્ટેશન લાવ્યા હતાં. પૂછપરછમાં રૂપિયાની વ્યવસ્થા કરવાની વાત કબૂલી હતી.

આ હતો મામલો
બરલૂટના પોલીસ ઇન્સ્પેક્ટર સીમા જાખડે બાતમીને આધારે નાકાબંધી દરમિયાન એક સફેદ રંગની કાર તસ્કરો રોડ પર લગાવેલાં ટાયર કિલર ઉપરથી કાઢીને ભાગી ગયા હતાં. આ દરમિયાન કારનું ટાયર પંચર થયું હતું. આ કારમાં ડોડા પોસ્ટના 11 કટ્ટા મળ્યા હતાં. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ મામલે 10 લાખ રૂપિયાની લેતી દેતી કરીને તસ્કરો ભાગી ગયા હતાં.

SHO સહિત ત્રણ પોલીસકર્મી થઈ ચૂક્યા છે સસ્પેન્ડ
આ આખા ઘટનાક્રમની માહિતી મળતાં જ એસપી ધર્મેન્દ્ર સિંહે ત્રણ પોલીસકર્મીઓ સહિત પોલીસ અધિકારી સીમા જાખડને સસ્પેન્ડ કરી દીધા હતાં. એસપી ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે, આરોપીની આ પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી અને વધુ માહિતી મળી શકે અને તેને સિરોહી પૂર્વે ક્યાં-ક્યાં અને કઈ-કઈ બાબતે લેતી દેતી તથા કોઈ રીતે તસ્કરોની મદદ કરી શકે તથા તેમના ઉપરાંત કઈ-કઈ બાબતે સોદાબાજી કરી છે.

RELATED ARTICLES

17 COMMENTS

  1. Very well presented. Every quote was awesome and thanks for sharing the content. Keep sharing and keep motivating others.

  2. You’re so awesome! I don’t believe I have read a single thing like that before. So great to find someone with some original thoughts on this topic. Really.. thank you for starting this up. This website is something that is needed on the internet, someone with a little originality!

  3. You’re so awesome! I don’t believe I have read a single thing like that before. So great to find someone with some original thoughts on this topic. Really.. thank you for starting this up. This website is something that is needed on the internet, someone with a little originality!

  4. You’re so awesome! I don’t believe I have read a single thing like that before. So great to find someone with some original thoughts on this topic. Really.. thank you for starting this up. This website is something that is needed on the internet, someone with a little originality!

  5. naturally like your web site however you need to take a look at the spelling on several of your posts. A number of them are rife with spelling problems and I find it very bothersome to tell the truth on the other hand I will surely come again again.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments