સ્પા સેન્ટરમાં વિદેશી યુવતીઓ આટલા રૂપિયા લઈને કરી રહી હતી જીસ્મનો સોદો

ગુરૂગ્રામના એમજી રોડ પર આવેલા એમજીએફ મેગા સિટી મોલમાં સ્પા સેંટર મસાજની આડમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાંથી એક મસાજ પાર્લરમાંથી વિદેશી મહિલાઓને દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો. પોલીસની ટીમે બન્ને સ્પા સેંટર પર રેડ પાડીને થાઈલેન્ડની ત્રણ યુવતીઓ સહિત 18 મહિલાઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત સ્પા સેંટરના મેનેજર સહિત બન્ને ગ્રાહકોની પણ અટકાયત કરવામાં આવી હતી. ડીએલએફ સેક્ટર 29 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હાલ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ડીસીપી ઈસ્ટના સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે, એમજી રોડ પર આવેલા એમજીએફ મેગા સિટી મોલમાં બનેલા ઈવેંથે સ્પા અને અલકોર સ્પામાં મસાજ પાર્લરની આડમાં મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવે છે. જેને લઈને પોલીસ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

આ માટે પોલીસની એક ટીમને તૈનાત કરવામાં આવી હતી. બન્ને સ્પા સેંટરમાં બે ડઝન ડમી ગ્રાહકોને મોકલવામાં આવ્યા હતાં. આ ડમી ગ્રાહકોએ પોલીસને જેવો ઈશારો કર્યો એવા તરત જ પોલીસની ટીમે બન્ને સ્પા સેંટરમાં દરોડા પાડ્યા હતાં.

મોલના પહેલા માળ પર અલકોર સ્પા સેંટરમાં દરોડા પાડ્યા બાદ પોલીસે સ્પાના મેનેજર મોબિનૂર ઈસ્લામની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તેણે જણાવ્યું કે, આ સ્પાના માલિક રમેશ કુમાર અને ઉમેશ અરોરા છે જે અહીં દેહ વ્યાપારનો ધંધો કરાવે છે.

મેનેજરનું કામ ફક્ત યુવતીઓ ઉપલબ્ધ કરાવવાનું છે અને પૈસા લઈને માલિકને આપવાનું છે. પોલીસે ત્યાંથી મેનેજર, એક ગ્રાહક અને ત્રણ યુવતીઓની અટકાયત કરી હતી. જ્યારે પોલીસને આ જ ફ્લોર પરથી ઈવેંથે સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા તો ત્યાંથી મેનેજરની અટકાયત કરી હતી.

મેનેજરની પૂછપરછ કર્યાં બાદ જાણવા મળ્યું કે, આ સ્પા સેંટર રમેશ કુમાર અને ઉમેશ અરોરાનો જ છે. શોધખોળ દરમિયાન અહીંથી પોલીસને થાઈલેન્ડની ત્રણ યુવતીઓ સહિત 15 યુવતીઓ મળી હતી.

આ ઉપરાંત 6 ગ્રાહકો પણ મળ્યાં હતા. તમામની અટકાયત કરવામાં આવી હતી. બન્ને સ્પા સેન્ટરમાં બે-બે હજાર રૂપિયામાં યુવતીઓને આપવામાં આવતા હતાં. ડીએલએફ સેક્ટર 29 પોલીસ અધિકારીએ માલિક રમેશ કુમાર, ઉમેશ અરોરા અને મેનેજર, ગ્રાહકોની ધકરકડ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

Similar Posts