Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightમહેસાણા પોલીસે સ્પામાં ચાલતાં ગોરખધંધાનો કર્યો પર્દાફાશ, બે થાઈ યુવતીઓ ઝડપાઈ

મહેસાણા પોલીસે સ્પામાં ચાલતાં ગોરખધંધાનો કર્યો પર્દાફાશ, બે થાઈ યુવતીઓ ઝડપાઈ

મહેસાણાના લેડી સિંઘમ મંજીતા વણઝારા અને તેમની ટીમે સ્પાના આડમાં ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં પોલીસે દરોડા પાડી સ્થળ ઉપરથી બે થાઈલેન્ડની યુવતીઓની ધરપકડ કરી હતી. પોલીસે રેડ પાડી ત્યારે આસપાસના લોકોનો ટોળાં વળ્યાં હતાં.

મહેસાણામાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. મહેસાણામાં ધ ગ્રાન્ડ થાઈ સ્પાના નામે ચાલતા સ્પામાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાંથી બે થાઈ યુવતીઓ તથા સ્પાના મેનેજરની ધરપકડ કરી છે.

આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારા અને તેમની ટીમે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન લોકોનાં ટોળાં વળી ગયા હતાં.

મહેસાણાના માનવ આશ્રમ ચોકડી વિસનગર રોડ ઉપર આવેલા ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં ગોરખધંધા ચાલતાં હોવાની બાતમી પોલીસને મળી હતી. સ્થળ ઉપરથી બે થાઈલેન્ડની યુવતીઓની ધરપકડ કરી છે. ધ ગ્રાન્ડ થાઈ સ્પાના મેનેજર અને માલિક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ બંને યુવતીઓ પાસેના પાસપોર્ટ અને વર્ક પરમીટ અંગેની તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન સ્પા સંચાલક હાલ પોલીસ પકડથી દૂર છે. જોકે મેનેજરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page