Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalજેને પૂજા સમજીને લગ્ન કર્યા તે નીકળી હસીના બાનો, આ રીતે થયો...

જેને પૂજા સમજીને લગ્ન કર્યા તે નીકળી હસીના બાનો, આ રીતે થયો ખુલાસો

12 વર્ષ પહેલાં જગવીરે પૂજા સમજી જેની સાથે લગ્ન કર્યાં હતાં, તેનું અસલી નામ સામે આવી ગયું છે. આ નામ સામે આવતાં જ જગવીરને ઈસ્લામ કબૂલ કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ધમકી આપવામાં આવી છે કે, જો તેણે ઈસ્લામ કબૂલ ન કર્યો તો, તેનું માથુ ધડથી અલગ કરી દેવામાં આવશે. પોલીસે ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી દીધી છે.

12 વર્ષ પહેલાં પૂજાનાં જગવીર સાથે લગ્ન થયાં હતાં. તેમનાં બે બાળકો છે, આયુષ અને શગુન. લગ્નના 12 વર્ષ બાદ ખુલાસો થયો કે, પૂજા તો પૂજા નથી પરંતુ હસીના બાનો છે. આ અજીબોગરીબ ઘટના અયોધ્યાના હલકારાના પુરવાની છે. વાત આટલેથી નથી અટકતી. 2 વર્ષ પહેલાં જ્યારે પૂજાની ઓળખ સામે આવવા લાગી ત્યારે જ હસિના બાનોની માતાએ પૂજા ઉર્ફ હસીના બાનોના દીકરા આયુષનું નામ સ્કૂલમાં અનીસ લખાવી દીધું હતું.

ત્યારબાદ તક મળતાં અયુષનું ખતના પણ કરાવી દીધું હતું. આ બાબતે જ્યારે જગવીરે વિરોધ કર્યો તો તેને ઈસ્લામ સ્વીકારવા અને સિર કલમ કરવા માટે ધમકીઓ મળવા લાગી. સ્થાનિક પોલીશ સ્ટેશનથી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કર્યા બાદ કેસ દાખલ થયો, પરંતુ પોતાનો જીવ બચાવવા માટે જગવીર ઓફિસરોથી લઈને સંત-મહંતોના ત્યાં ચક્કર લગાવી રહ્યો હતો.

શું છે પૂરી કહાની
આ આખા કેસને સમજવા માટે 12 વર્ષ પાછળ જવું પડશે. જગવીરના જીજા રામ જન્મ કોરીણે તત્કાલીન ફૈઝાબાદ રેલવે સ્ટેશનની બહાર એક યુવતી મળી હતી. જેણે પોતાનું નામ પૂજા કહ્યું હતું અને કહ્યું હતું કે, તેના પરિવારમાં કોઈ નથી. રામજન્મ તેને જગવીર પાસે લાવે છે અને આખી વાત જણાવે છે અને કહે છે કે, આ નિરાશ્રિત સાથે લગ્ન કરી લે, તેને આશરો મળશે.

જગવીરે પહેલાં તો તેની સાથે કોર્ટ મેરેજ કર્યાં અને ત્યારબાદ 2012 માં હિંદુ રીતિ રિવાજથી લગ્ન કર્યાં. આ લગ્નમાં છોકરીના પરિવારનું કોઈ જ નહોંતું, કારણકે તેના કહ્યા અનુસાર તેના પરિવારમાં કોઈ નથી. ધીરે-ધીરે સમય પસાર થતાં પહેલાં એક પુત્રનો જન્મ થાય છે, જે અત્યારે 10 વર્ષનો થઈ ગયો છે અને ત્યારબાદ એક પુત્રી શગુનનો પણ જન્મ થાય છે.

કેવી રીતે થયો ખુલાસો
પોતાની ઓળખ સંતાડી લગ્ન જીવન જીવી રહેલ હસીનાબાનો પર જગવીરને શક ત્યારે ગયો જ્યારે તેણે પોતાનાં બાળકોને નમાઝ પઢાવતાં જોઈ. વિવાદ થયો તો પત્ની તેનાં બાળકોને લઈને પ્રતાભગઢ જતી રહી, જ્યાં તેનું પિયર છે એમ કહેવાય છે. પાછી ફરી તો થોડા દિવસ બાદ જગવીરને ખબર પડીને દીકરા આયુષનું ખતના પણ કરાવી દેવામાં આવ્યો છે.

ત્યારબાદ બંનેમાં વિવાદ થયો તો, પૂજા ઉર્ફ હસીના બાનોનાં માતા-પિતા એક સ્થાનિક રાજૂ ઉર્ફ નસીર સાથે તેના ઘરે ગયાં અને મુસ્લિમ ધર્મ અપનાવવાની સલાહ આપી. ત્યારબાદ નસીર જગબીરને ધમકી આપવા લાગ્યો કે, મુસ્લિમ ધર્મ અપનાવી દે નહીંતર માથુ કાપી નાખવામાં આવશે. આ બાબતે સતત ફરિયાદ બાદ અયોધ્યાના પોલીસ સ્ટેશનમાં 18 સપ્ટેબરે રાજૂ ઉર્ફ નસીર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી અને પછી મારપીટ બાદ નસીરની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યો.

જગવીરને આટલાં વર્ષો બાદ પૂજા ઉર્ફ હસીનાના દગાનું દુ:ખ તો છે જ, સાથે-સાથે તેને પોતાનાં બાળકોની ચિંતા પણ છે અને પોતાના જીવની પણ ચિંતા છે. એટલે તે પોલીસ ઑફિસરોથી લઈને સંત-મહંતોના ત્યાં ચક્કર કાપી રહ્યો છે. ગુરૂવારે તે તપસ્વી છાવણીના સંત પરાહંસ પાસે પહોંચ્યો, જેમણે આને અલગ જ પ્રકારનો જેહાદ ગણાવ્યો અને કહ્યુ કે, આવું પહેલીવાર બહાર આવ્યું છે કે, મુસ્લિમ છોકરી હિંદુ બની લગ્ન કરે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page