Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratગુજરાતનું એક એવું મંદિર જ્યાં સૂર્યનું પહેલું કિરણ આ મૂર્તિ પર પડે...

ગુજરાતનું એક એવું મંદિર જ્યાં સૂર્યનું પહેલું કિરણ આ મૂર્તિ પર પડે છે

પોરબંદર નજીકના કુતિયાણા તાલુકાના જમરા ગામે આવેલ શિવસૂર્ય રન્નાદે મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જ્યાં સૂર્યનું પહેલું કિરણ ભગવાન સૂર્યની મૂર્તિ પર પડે છે.

પોરબંદર જિલ્લામાં આવેલ કુતિયાણા તાલુકાના જમરા ગામમાં એક પ્રાચીન સૂર્ય – રાંદલ મંદિર આવેલું છે. જે મોઢેરાના સૂર્ય મંદિરથી પણ 500 વર્ષ જૂનું છે. જે વલ્લભીપુર રાજધાનીના વખતમાં શીલાદૈત્ય નામના રાજાએ બનાવેલું. તે સૂર્યનારાયણનો પરમ ઉપાસક હતો તથા સૂર્યદેવ તેમના ઇષ્ટદેવ હતા.

એક વખત યુધ્ધ કરવા માટે જતી વખતે રાજાએ માનતા કરેલી કે, ‘યુધ્ધમાં જો હું વિજયી બનીશ તો સૂર્યનારાયણના 11 મંદિરો બંધાવીશ.’ જેથી સૂર્ય ભગવાને તેમને યુધ્ધ માટે પોતાનો રથ આપેલો અને રાજાનો વિજય થતાં તેમણે 11 મંદિરો બંધાવ્યા. જે પૈકી એક મંદિર જમરા ગામમાં આવેલું છે. તે સમયે અહિં રાજપુત રહેતા હતા. હાલમાં આહીર, કોળી, અબોટી બ્રાહ્મણ, રબારી, મહેર વગેરે જ્ઞાાતિઓ વસવાટ કરે છે.

શિલાદૈત્ય રાજાએ તે સમયે વિદ્યાપીઠની પણ સ્થાપના કરેલી હતી. જેમાં હજારો શિક્ષકો અભ્યાસ કરાવતા હતા. આ તમામ લખાણ પુરાતત્વ ખાતા ગાંધીનગરમાં નોંધાયેલો જોવા મળે છે. આ મંદિર અક્ષાંશ ઉપર બનેલું છે. જેથી મંદિરમાં દરરોજ સૂર્યોદય થતાં પહેલું કિરણ સૂર્ય ભગવાનની પ્રતિમા પર ભગવાનના મુખ પર પડે છે.

વિશ્વમાં પ્રથમ આવું મંદિર હસે કે જ્યાં સૂર્યનારાયણ અને માં રાંદલ એક સાથે બિરાજમાન હોય. સાથો સાથ મંદિરની ફરતે નવ ગ્રહો પણ છે. આ મંદિરની અદ્ભુત સેવાઓ પણ પ્રાચીન કાળ થી ચાલી આવે છે. પોરબંદરથી 16 કિલોમીટર દૂર બરડા ડુંગરની ગોદમાં આવેલું બગવદર ગામ આ બગવદર ગામના સીમાડા પાસે આવેલું સૂર્ય રન્નાદે મંદિર વિશ્વમાં પ્રથમ આવું મંદિર હશે કે જ્યાંપતિ પત્ની સાથે બિરાજમાન છે.

આ મંદિરની ખાસિયત પણ કાઇક આવી છે કે, એપ્રિલ માસમાં સૂર્ય મંદિરની બંને પ્રતિમા માં રાંદલ અને સૂર્યદેવ પર ઊગતા સૂર્યનો સિધો પડછાયો બંને મૂર્તિઓ પર સિધો આવે છે. અને આ મંદિર એક જ આવું છે કે જ્યાં સૂર્ય રન્નાદે ની ફરતે બાજુ રાશીઓના નવ ગ્રહો પોતાની દિશા અને સ્થાન પ્રમાણે બિરાજે છે.

આ મંદિર નું નિર્માણ કરવાની અને પાયાનું બાંધકામ સને 1983 માં શરૂઆત કરવામાં આવી હતી. ખુબજલાંબા સમય સુધી આ મંદિરના બાંધકામ અને આકારણી માં સમય લાગતાં 20 વર્ષ બાદ એટ્લે સને 2003 માં આ મંદિર નિર્માણ પામ્યું છે.

આ મંદિર પહેલાતો એક વાદળના જાળ નીચે બંને મૂર્તિઓ આઠમી સદીઓથી હતી અને આ પૌરાણિકમૂર્તિઓ અને મહત્વ જળવાઈ રહે તેવા હેતુથી આ મંદિરને શિખરબંધ બનાવવામાં આવ્યું અને આ મંદિરમાં સદીઓપુરાણી એક પરંપરા છે કે જો કોઈ ઘરે રાંદલ માના લોટા ના તેડી શકે અથવા તો ઘરમાં અડચણ અને વિઘ્ન હોય તો આ મંદિરે આવી પોતે નજીવા દર ની રકમ ચૂકવી અને માતાજીનાં લોટા તેડી શકે અને ત્યાં બેસાડીને ભાવિ ભક્તોને પ્રસાદી અને ખીર જુવારવાની વિધિ પણ મંદિરમાં જ કરવામાં આવે છે જેને લઈને ભાવિ ભક્તો પણ ખુશી અનુભવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page