સમય ક્યારેય એક સરખો હોતો નથી. જો વ્યક્તિ નક્કી કરી લે કે તો ઘણી સફળતા હાંસલ કરી શકે છે. આ વાત 31 વર્ષીય આમિર કુતુબ માટે બિલકુલ સેટ થાય છે. અલીગઢથી ઓસ્ટ્રેલિયા સુધીની આમિરની સફર દરેક પડકારો, ઘૈર્ય, મહેનત અને સફળતાની કહાની છે. આમિર કહે છે કે, ”ક્યારેય પણ પોતાની આવડતથી ઓછો સંતોષ માનવો નહીં” તેમણે આજીવિકા માટે એરપોર્ટ પર સફાઈ કરવાથી છાંપા વેચવા સુધી દરેક નાના-મોટાં કામ કર્યા છે અને પછી વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયામાં પોતાની કંપની ‘એન્ટરપ્રાઇઝ મંકી’ લોન્ચ કરી છે. જેનું વાર્ષિક ટર્નઓવર 10 કરોડ રૂપિયા છે.
ઉત્તર પ્રદેશના સહારનપુરના આમિરને તેના માતા-પિતા સારા શિક્ષણ માટે અલીગઢ લઈને આવી ગયા હતાં. જ્યાં આમિર ઘણો સમય સુધી રહ્યો હતો. તેમણે કહ્યું કે, ”મારા પિતા મને ડૉક્ટર બનાવવા માગતા હતાં.” પણ આમીરે એમબીબીએસ ના કર્યું અને મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. જોકે, આમિર એન્જિનિયર પણ બનવા માગતા નહોતાં.
તેમણે કહ્યું કે, ”તેમને પોતાના કોર્સ પ્રત્યે કોઈ લગાવ નહોતો. જેને લીધે તેમના ઓછા માર્ક્સ આવતાં હતાં. કોર્સમાં તેમને રસ નહોતો. તે સમય તેમના કોલેજના એક પ્રોફેસરે તેમને કહ્યું કે, તું જીવનમાં કશું કરી શકીશ નહીં. તે સમયેને યાદ કરી આમિરે જણાવ્યું કે, ”પ્રોફેસરે મને ક્લાસમાં બધાની સામે ઊભો કર્યો અને કહી દીધું કે, હું જિંદગીમાં કંઈ કરી શકીશ નહીં, કેમ કે, મારા ગ્રેડ્સ ખૂબ જ ખરાબ હતાં. મારામાં આત્મવિશ્વાસ જ નહોતો. મને મારું બધુ સમાપ્ત થતું હોય તેવું લાગતું હતું.”
જિંદગી આગળ વધી અને આમિર પણ આગળ વધ્યો. કોલેજની અલગ-અલગ ઇવેન્ટમાં આમિર ભાગ લેવા લાગ્યો અને તેમનો આત્મવિશ્વાસ એકવાર ફરી વધવા લાગ્યો. તેમણે કહ્યું કે, ‘‘તેમણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો અને સફળ થવા લાગ્યા. ત્યારે નક્કી કર્યું કે, પોતાની જિંદદીમાં જરૂર કંઈ કરીશ. હું કરી શકું છું.’’
તે સમય જ્યારે ઓરકૂટ ઉપરાંત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ લોકોમાં લોકપ્રિય હતી. આમિર પોતાની કોલેજ માટે એક સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ બનાવવાનો વિચાર કરવા લાગ્યા. પણ મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોવાને લીધે તેમને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. તે કહે છે કે, ‘‘તેમને હંમેશા પૂછવામાં આવતું હતું, એક મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી કેમ પ્રોગ્રામિંગ કરવાનું અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ બનાવવાનો પ્રયત્ન કેમ કરી રહ્યો છે. તેમને આને પડકાર તરીકે લીધું અને ચાર મહિના સુધી તેના પર કામ કર્યું.’’
આના લોન્ચ પછી વર્ષ 2008માં તેમની સોશિયલ નેટવર્કિંગ સાઇઠ પર પહેલાં અઠવાડિયામાં લગભગ 10 હજાર લોકો જોડાઈ ગયા હતાં. થોડાક સમયમાં તે સંખ્યા 50 હજાર સુધી થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, ” મને ત્યારે અહેસાસ થયો જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ટેક્નિકનો ઉપયોગ કરવો સૌથી વધારે પસંદ છે.” પણ એવી શું વાત હતી જેને તેમનો વિશ્વાસ હતો. આ અંગે તેમણે કહ્યું કે, ‘‘હું પહેલાંથી જ અસફળ હતો અને મારા પાસે ગુમાવવાનું કંઈ જ નહોતું. જો આ કામ થયું તો ખૂબ જ સારું હતું અને જો ના થાત તો ત્યાંને ત્યાં જ રહેત.’’
આમિરે વર્ષ 20012માં ગ્રેટર નોઇડામાં હોન્ડા કંપનીમાં કામ કર્યું હતું. ગ્રેજ્યુએશન પછી તેમને પહેલી નોકરી મળી હતી. તેમણે લગભગ એક વર્ષ સુધી પ્રોડક્શન એન્જિનિયર તરીકે કામ કર્યું અને ત્યાં તેમને અહેસાસ થયો કે, તે 9થી 5 નોકરી કરવા માટે બન્યા નથી. તેમણે કહ્યું કે, ”હું નોકરી ઘરવાળાની ખુશી માટે કરતો હતો. પણ તે એવું કામ નહોતું જેને કરવામાં તે માગતો હતો. ” તેમને લાગ્યું કે, તેમની પ્રતિભા અને જૂનૂન બંને બેકાર છે. આમિરે કહ્યું કે તેમને ખબર હતી તે એક ઉદ્યમી બનવા માગે છે.’’
23 વર્ષની ઉંમરમાં આમિરે પોતાની નોકરી છોડી જીધી હતી અને તે સમયે તેમને ખબર નહોતી કે તે આગળ શું કરશે. પણ તે કહે છે કે, ‘‘તે સમયે તેમણે ખુદને ‘આઝાદ’ અનુભવ્યા હતાં. તેમને જે અનુભવ પ્રાપ્ત થયો તેનાથી તે વેબ ડિઝાઇનિંગ માટે ફ્રિલાન્સ પ્રોજેક્ટ કરવા લાગ્યા અને મોટાભાગના ક્લાયન્ટ ઓસ્ટ્રેલિયા અને લંડનના હતાં. વધુ કામ કરવાને કારણે તેમને જે અનુભવ પ્રાપ્ત થયો તે કામ આવ્યો હતો. હવે જ્યારે તેમણે પોતાના સંભવિત ક્લાયન્ટને પોતાના આઇડિયા વિશે જણાવ્યું ત્યારે તે પોતાના છેલ્લાં અનુભવોનો ઉપયોગ કરત હતા. તેમણે કહ્યું કે, ”હું મિકેનિકલ એન્જિનિયરિંમાં ગ્રેજ્યુએટ હતો અને જ્યારે મેં કામ શરૂ કર્યું તે દરમિયાન કોઈએ મારી મદદ કરી નહોતી. આ ઉપરાંત હું સફળ થયો કેમ કે, હું જે કરી રહ્યો હતો તે મને કરવાનું પસંદ હતું.’
તેમના એક ક્લાયન્ટે તેમને ઓસ્ટ્રેલિયા આવીને કામ કરવાની સલાહ આપી. પણ આમિર ઓસ્ટ્રેલિયા માત્ર સ્ટૂડન્ટ વિઝા પર જઈ શકતો હતો. એટલે તેમણે એમબીએ માટે એપ્લાય કર્યું અને તેમને એક આંશિક સમય મળી ગયો હતો. તે કહે છે કે, ”હું ક્યારે વિચારતો નહોતો કે, હું ઓસ્ટ્રેલિયા જઈશ. આ જીવનમાં પહેલીવાર એવું હતું જ્યારે હું પ્લેનમાં બેસ્યો હતો. આ પહેલાં મે પ્લેનને આકાશમાં જ જોયા હતાં. હું નસીબદાર હતો. જે પહેલાં વર્ષે મારા પિતાજી અને બહેને મારી આર્થિક મદદ કરી હતી.’’
તેમણે કહ્યું કે, ‘‘હું ઓસ્ટ્રેલિયામાં જે ભારતીયોને મળ્યો તે દરેક પોતાના રીતે યોગ્ય હતાં. પણ છતાં પણ પેટ્રોલપંપ પર કામ કરવું અથવા ટેક્સી ચલાવવા જેવા કામ કરતો હતો. આ મારા માટે નિરાશાજનક હતું. કેમ કે, હું લાખો રૂપિયાના સપના લઈને ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. શરૂઆતમાં બધુ પડકારજનક હતું. અહીંની બોલી, તેમનું ઉચ્ચારણ અને બાકી બીજી વસ્તુ જેનાથી તે સમયે ઘેરાયેલાં હતાં. ત્યાં સુધી કે, તેમણે કોફી ઓર્ડર કરવા જેવા કામ પણ મુશ્કેલ લાગતાં હતાં.”
તે કહે છે કે, ‘‘મને વિશ્વાસ હતો કે, મને કોઈ નોકરી મળી જશે કેમ કે, મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું.” પણ હકીકત ખૂબ જ અલગ હતી. લગભગ ચાર મહિના સુધી આમિર અલગ અલગ કંપનીઓમાં અરજી કરતો હતો, પણ ક્યાંય નોકરી મળતી નહોતી. તે કહે છે કે, ‘‘તેમણે 150થી વધુ રિજેક્શન મળ્યા હતાં. આ સાથે તેમની કોલેજ ફી, બિલ અને ખુદનો ખર્ચ પણ વધી રહ્યો હતો. એવામાં તેમને સફાઈ કરવાનું કામ કર્યું હતું.’’
તેમણે કહ્યું કે, ”એરપોર્ટ પર મને એક ક્લિનરની નોકરી મળી ગઈ હતી. ભારતમાં ક્યારેક પોતાના કચરો પણ સાફ કર્યો નહોતો અને અહીં આખા એરપોર્ટનો કચરાના ડબ્બા સાફ કરવા પડતાં હતાં.” પણ આ અનુભવે તેમને ઘણું શીખવ્યું. તે દરેક પ્રકારના કામનો સામનો કરતાં શીખ્યા. આ સાથે જ આમિરે એક રાતની નોકરી પણ કરી, જે રાતે 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી હતી. જેમાં તે આસ-પાસના વિસ્તારમાં છાંપા વેચતા હતાં.
તેમણે કહ્યું કે, ” આ મુશ્કેલ સમય હતો. બંને નોકરી મારા માટે એમબીએ કોર્સ અને પોતાનો બિઝનેસ સ્થાપિત કરવાનો પ્રયત્ન હું સાથે જ કરતો હતો.” ખુદ માટે તેમની પાસે માત્ર ત્રણ કલાક જ વધતાં હતાં અને આ એક વર્ષ સુધી ચાલ્યું હતું. અંતમાં આમિરે આઇસીટી જિલોન્ગમાં ઇન્ટરર્નશીપ હાંસલ કરી લીધી અને તેમણે ત્યાં એક અઠવાડિયાથી વધુ કામ પછી નોકરી મળી ગઈ હતી. તેમણે કહ્યું કે, આ ઓળખ મળવી તેમના માટે અદભૂત અહેસાસ હતો અને મોટી વાત હતી. આગામી બે વર્ષમાં જ આમિર ત્યાં જનરલ મેનેજર બની ગયા. માત્ર 25 વર્ષની ઉંમરમાં તેમને પોતાના કરતાં બેગણી ઉંમરના લોકો મેનેજર કહેતાં હતાં. ત્યારે તેમને લાગ્યું કે, હવે તેમને કંઈ હાંસલ કર્યું છે. અહીં તે એક યુવા ભારતીય અપ્રવાસી હતા. જે ઓસ્ટ્રેલિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગતા હતાં.
વર્ષ 2014માં આ સીટી જિલોન્ગમાં કામ કરતાં હતાં. આમિરે પોતાની ”એન્ટરપ્રાઇઝ મંકી પ્રોપરાઇટર લિમિટેડ”નું રજિસ્ટ્રેશન કરાવ્યું. જે એક વેબ અને એપ ડેવલમેન્ટ કંપની છે. આજે તેમની કંપનીની ચાર દેશમાં છે. બે હજાર ડૉલરના શરૂઆતી રોકાણથી તેમણે પોતાના ગેરેજમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે કહે છે કે, આ બિલકુલ સરળ નહોતું. મને યાદ છે કે, હું બસ અને રેલવે સ્ટેશન પર પોતાના કાર્ડ વેચતો હતો અને આજે જે મને મળે છે તે પોતાની કંપની વિશે જણાવતા હતાં. લગભગ 4 મહિના પછી મને એખ વ્યક્તિ મળ્યો, જેને ઓછામાં ઓછા મને પોતાની યોજના સમજાવવા માટે કહ્યું, પોતાનો થોડોક સમય આપ્યો.” પહેલાં ગ્રાહક પછી તેમને ગ્રાહક મળવા લાગ્યા. લોકો તેમના કામ વિશે વાત કરી રહ્યા હતાં. તે આમિરનો દૃઢ સંકલ્પ હતો જેને તે આગળ વધારતાં હતાં.
આજે આ કંપની વર્ચુઅલ રિઆલિટી અને ઓગમેન્ટેડ રિઆલિટી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મોટા નિગમોની સેવામાં પણ છે અને હવે આમિર પાસે આ દરેક વસ્તુ પર્યાપ્ત પૂંજી છે. તે હવે સક્રિય રીતે રોકાણ કરવા માટે કંપનીઓ શોધી રહ્યા છે અને કહે છે કે, લગભગ 6,40,000 ડૉલર, તેમને ઘણાં નાના-નાના સ્ટાર્ટઅપમાં લગાવ્યા છે.
એક કંપની અથવા સ્ટાર્ટઅપનું મૂલ્યાંકન કરવામાં તે જે રોકાણ કરે છે. ત્યારે જોવે છે કે, તે કંપની કોઈ પેઇનકિલર તરીકે કામ કરે છે અથવા વિટામિન તરીકે. તેમણે જણાવ્યું કે, ”આજકાલ આઇડિયા અને સ્કીલની કોઈ કમી નથી. હું તે જાણવા પ્રયત્ન કરું છું કે, કોઈ રીત કે સમસ્યા કેવી રીતે સોલ્વ કરી શકાય છે. માત્ર સારો અનુભવ કરાવે છે. હું પેઇનકિલરની શોધમાં છું ના કે વિટામિનના એક ડોઝની. તે પોતાની ટીમને ડોઝ વિશે સમજાવે છે. જે ન માત્ર તેમના વિચારો પણ કામ કરે છે. તેને યોગ્ય રીતે પૂરી કરવામાં એક મહત્ત્વનો રોલ પ્લે કરે છે.
અત્યારસુધી આમિર આઠ સ્ટાર્ટઅપમાં રોકાણ કરી ચૂક્યા છે. દરેક સ્ટાર્ટઅપમાં તેમણે 80 ડૉલર સુધીનું રોકાણ કર્યું છે. હવે તે અન્ય સાત સ્ટાર્ટ અપમાં રોકાણ કરવા માગે છે. આ સાત સ્ટાર્ટઅપમાં તે દરરોજ 50 હજાર ડૉલરથી 100 હજાર ડૉલર સુધીનું ફંડિંગ આપે છે. તે કહે છે કે, દરેક સ્ટાર્ટઅપ સારું કામ કરે, સફળ કામ કરે છે અને અસફળ થઈ જાય છે. એટલે એક ઇન્વેન્ટર હોવું જોખમકારક છે.
તેમના દ્વારા કરવામાં આવેલાં દરેક રોકાણ ઓસ્ટ્રેલિટયામાં જ છે. પણ તે ભારતના ટિયર અને 2 અને 3 શહેરમાં રોકાણ કરવાની તક શોધી રહ્યા છે. તે કહે છે કે, ”મને ઘણી ના કહેવાયેલી સંભાવનાઓ દેખાઈ રહી છએ. ભારતીયો પાસે સારા વિચાર અને વ્યવસાયિક યોજનાઓ છે.”