ગઢડાની ઘેલા નદીમાં પ્રમુખસ્વામીના અસ્થિનું કરાયું વિસર્જન, મહંત સ્વામીએ નદીમાં કર્યું સ્નાન

Gujarat

ગઢડા: યાત્રાધામ ગઢડામાં BAPS સંસ્થા દ્વારા વચનામૃત દ્રિશતાબ્દી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા છે. દરમિયાન ગઢડાની ઘેલા નદીમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અસ્થિઓનું પ.પૂ. મહંત સ્વામીના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું. મહંત સ્વામીએ ઘેલો નદીમાં સ્નાન કર્યા બાદ વિશ્વ અને ભારતમાં પગપેસારો કરી રહેલા કોરોના વાયરસના શમન માટે પ્રાર્થના કરી હતી.

સ્વામિનારાયણ ભગવાન દ્વારા વચનામૃત ગ્રંથ લખેલો જે ગ્રંથ છે તેને 200 વર્ષ પુર્ણ થઈ રહ્યાં છે જેને લઈને બીએપીએસ સંસ્થા દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગઢડામાં સંસ્થા દ્વારા તારીખ 6 માર્ચથી 10 માર્ચ સુધી અલગ-અલગ કાર્યક્રમના આયોજન સાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

મહોત્સવ દરમિયાન વૈદિક મહાપૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની અસ્થિોનુ વિસર્જન કરાવામાં આવ્યું હતું. જ્યાર બાદ પ.પૂ. વિવેકસાગર સ્વામીએ પ્રમખસ્વામી મહારાજની ગઢડા સાથે જોડાયેલી તેઓની સ્મૃતિઓને યાદ કરી હતી તથા પ્રમુખસ્વામીના મહિમાનું ગાન કર્યું હતું.

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી માટે 200 જેટલા સાધુ સંતો અને ભક્તોએ ઘેલો નદીના પુરૂષોત્તમઘાટ, રામઘાટ સહિતના પવિત્ર સ્થળોની સાપ સફાઇ કરવામાં આવી હતી અને તેમના સ્વચ્છ જળ ભરવામાં આવ્યું હતું.

અહીં પાણીની વચ્ચે એક આસન તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બિરાજીને મહંત સ્વામીએ પ્રમુખ સ્વામીના દિવ્ય અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

બોટાદના ગઢડા ગામમાં બીએપીએસ સંસ્થા દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ત્રીજા દિવસે ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર દિલીપ જોષી એટલે જેઠાલાલે ઉત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગમાં જેઠાલાલે આરતી પણ ઉતારી હતી. તેમની તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *