Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalPM નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પુત્રીને માથે હાથ ફેરવીને...

PM નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પુત્રીને માથે હાથ ફેરવીને સાંત્વના પાઠવી

નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નશ્વર દેહને જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ભાવુક થઈ ગયા હતાં. સુષ્મા સ્વરાજના દિલ્હી સ્થિત આવેલા ઘરે નશ્વર દેહની સામે હાથ જોડી નરેન્દ્ર મોદીની આંખો જાણે આસુંથી ભરાય ગઈ હતી. તેઓ પોતાની પાર્ટીના ખૂબ જ તેજ અને લોકપ્રિય નેતાને શ્રદ્ધાંજલિ આપતાં ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

નરેન્દ્ર મોદીએ ખૂબ જ ગમગીન માહોલમાં સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજના માથા પર હાથ ફેરવી તેમના સાંત્વના પાઠવી હતી. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી તરીકે કામગીરી કરી હતી. તેઓ વિદેશમાં બેઠેલા ભારતીયોને અડધી રાત્રે પણ મદદ કરતાં જોવા મળ્યાં હતાં. ત્યારે અને આજે પણ સુષ્મા સ્વરાજની વાહ વાહ થઈ રહી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુષ્માને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં તે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ સહિતના નેતાઓએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પી હતી.


સુષ્મા સ્વરાજને ભારતીય રાજકારણમાં તમામ લોકો યાદ કરશે. સુષ્મા સ્વરાજના અંતિમ દર્શન કરવા માટે પક્ષ-વિપક્ષના તમામ નેતાઓ પહોંચી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથા કોવિંદ પણ સુષ્માજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? Dive into this exciting adventure of knowledge and let your mind roam! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page