ગુજરાતના ગે પ્રિન્સે અમેરિકામાં લગ્ન કર્યા, જાણો કોણ છે તેમના પાર્ટનર?

દેશના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલે બે દિવસ પહેલાં પોતાના પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.

માનવેન્દ્રસિંહે જેની સાથે લગ્ન કર્યાં હોવાની વાત છે એ રિચાર્ડસને આ બાબતની માહિતી પોતાના ફેસબુક પર પોસ્ટ કરી હતી તથા તસવીરો પણ શૅર કરી હતી. જેમાં મેરેજ સર્ટિફિકેટ પણ સામેલ છે. માનવેન્દ્રસિંહનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી. તેઓ બંને હાલ અમેરિકામાં હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણાં વર્ષોથી એક સાથે રહેતાં હોય છે અને મોટા ભાગે બંને સાથે જ જોવા મળે છે અને લગ્નની વાત અનેક વાર કરી છે. જોકે ફરીથી અમેરિકામાં લગ્ન કર્યા હોઈ એવું લાગી રહ્યું છે.

પરંતુ હાલમાં જ રિચર્ડ્સે સોશિયલ મીડિયામાં માનવેન્દ્રસિંહ સાથેના મેરેજની વાત શૅર કરી છે. આન્દ્રે એ તેના અને માનવેન્દ્રના અનેક ફોટા અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં મૂક્યાં છે.

નોંધનીય છે કે 6 જુલાઈ 2022ની તારીખ સાથેના મેરેજ સર્ટિફિકેટમાં અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ ખાતેનું સ્થળ બતાવાયું છે.

Similar Posts