લૂટેરી દુલ્હનનું કારસ્તાન, સાસરે 9 દિવસ મોજ કરીને ઘરેણાં-પૈસા લઈને થઈ રફુચક્કર
સીકરઃ તસવીરોમાં જોવા મળી રહેલી દુલ્હનને પ્રિયા બાજવા કહો કે પછી ગુરપ્રીત કૌર કહો. તે એ દુલ્હન છે જેણે 9 જ દિવસમાં દુલ્હો બદલી નાંખ્યો. એક અઠવાડિયા બાદ જ દુલ્હો બદલવો યુવતીની મજબૂરી નહીં પણ ચાલાકી હતી. વાસ્તવમાં આ એક લૂંટેરી દુલ્હન છે, જે દલાલ અને પોતાની ગેંગ સાથે મળી લગ્નના નામે છેતરપિંડી કરતા હતા. તાજેતરમાં જ રાજસ્થાનના સીકર જીલ્લાના દાંતારામગઢ અને લક્ષ્મણગઢમાં રહેતા 2 યુવકો આ લૂંટેરી દુલ્હનના શિકાર બન્યા છે.
આ મામલે સીકર શહેર પોલીસ સ્ટેશનના એએસઆઈ દશરથ સિંહે જણાવ્યું કે, લક્ષ્મણગઢના પ્રેમચંદે કેસ નોંધાવ્યો હતો કે- મનોજ ઉર્ફ પપ્પૂએ 22 જાન્યુઆરીએ એક યુવતી સાથે તેના કોર્ટ મેરેજ કરાવ્યા હતા. કોર્ટ મેરેજ કરતા સમયે યુવતીએ પોતાનું નામ પ્રિયા બાજવા જણાવ્યું હતું.
આ ઉપરાંત તેની સાથે રહેલી એક મહિલાને પ્રિયાની માતા બતાવવામાં આવી હતી, જેનું નામ અંજલિ હતું. 15 માર્ચના પ્રિયા ઘરેથી રૂપિયા અને ઘરેણાં લઈ ફરાર થઈ હતી. જે પછી પ્રેમચંદે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખબર પડી કે પ્રિયા સાથે લગ્ન કરાવનાર વ્યક્તિ લગ્ન માટેનો દલાલ હતો.
પ્રિયાની માતા અને અંજલી વાસ્તવમાં કંવલજીત કૌર નીકળી. જ્યારે દુલ્હન પ્રિયા બાજવાની ઓળખ પણ ફેક નીકળી. પ્રિયા વાસ્તવમાં મહારાષ્ટ્રના શાહિદપુરાની ગુરપ્રીત કૌર નીકળી. પ્રેમચંદના કેસની તપાસ દરમિયાન સીકર જીલ્લાના દાંતારામગઢ વિસ્તારના દૂધવા ગામનો સિકંદર ગોસ્વામી પણ સામે આવ્યો હતો.
જે પ્રેમચંદ સાથેના લગ્નના 9 દિવસ પહેલા જ લૂંટરી દુલ્હનનો શિકાર બન્યો હતો. પોલીસે જણાવ્યું કે, મા-દીકરીની આ જોડી લૂંટેરી દુલ્હન આ ગેંગ ચલાવી રહી છે. લગ્ન કરાવતા દલાલો થકી શિકાર શોધવામા આવતા હતા. અંજલિ ઉર્ફ કંવલજીત કૌર ઓમપ્રકાશ સાથે પિપરાલી મોડ પાસેના એક મકાનમાં રહે છે.