Saturday, April 13, 2024
Google search engine
HomeFeature RightPUBG રમતાં-રમતાં છોકરાએ પાડી રાડ, શરીર પડી ગયું લાલ અને થઈ...

PUBG રમતાં-રમતાં છોકરાએ પાડી રાડ, શરીર પડી ગયું લાલ અને થઈ ગયું મોત

ભોપાલ: મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક 16 વર્ષનો છોકરો PUBG ગેમ રમી રહ્યો હતો. ગેમ રમતાં-રમતાં જ તેને હાર્ટ એટેક આવી ગયો અને તેનું મોત થઈ ગયું હતું.

મોત પહેલાં 6 કલાક સુધી રમતો રહ્યો ગેમ

છોકરાનું નામ ફુરકાન કુરૈશી છે. તે નીમચ જિલ્લાના પટેલ પ્લાઝા વિસ્તારમાં રહેતો હતો. પરિવારજનોનું કહેવું હતું તેને ગેમની જબરદસ્ત આદત હતી. મોતના પહેલાં પણ તેણે સતત 6 કલાક સુધી PUBG ગેમ રમી હતી.

જોર જોરથી પાડવા લાગ્યો બૂમો

જે સમયે ફુરકાનનું મોત થયું તે સમયે તેની નાની બહેન ફિઝા તેની સાથે હતી. તેણે જણાવ્યું હતું કે ગેમમાં તેનો એક સાથી ખેલાડી બ્લાસ્ટમાં મરી ગયો હતો. ફુરહાન આ કારણે થોડાં સમય માટે ગુસ્સામાં બૂમો પાડવા લાગ્યો હતો. પછી તેણે કાનમાંથી હેડફોન કાઢ્યા અને અચાનક તેનો જીવ નકળી ગયો. તેનું બૉડી એકદમ લાલ થઈ ગયું હતું. પરિવારજનો તેને તુરંત ડૉક્ટર પાસે લઈ ગયા હતા, ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

શું કહેવું છે પરિવારજનોનું?

ફુરહાનના પિતા હારૂન રાશિદનું કહેવું છે. ‘‘હું તો નસીરાબાદમાં રહું છું. પુત્ર ફુરહાન કેન્દ્રીય વિધાલયમાં બારમા ધોરણનો સ્ટુડન્ટ હતો. મારા મોટાભાઈની પુત્રીના લગ્નમાં મહેમાનો આવવાના હતા. ઘરે ઉત્સવનો માહોલ હતો. ફુરહાન દોઢ વર્ષથી મોબાઈલ પર PUBG ગેમ રમતો હતો. દિવસ-રાત સતત આ ગેમ રમતો રહેતો હતો. ઘણી વાર તેને ના પાડવા છતાં તે માનતો નહોતો. તેને ગેમનું ઝૂનૂન સવાર હતું.’’ તેમણે કહ્યું કે,‘‘તે કાનમાં હેડફોન લગાવી જોર જોરથી રાડો પાડતો રહેતો હતો કે બ્લાસ્ટ થઈ જશે. તેને મારી નાંખો.’’

ગેમ ડિલીટ કરવા પર જમવાનું નહોતો ખાતો

ફુરહાનની બહેન ફિઝાએ કહ્યું હતું કે ફુરહાન બીમાર નહોતો. તેને ગેમ રમ્યા વગર શાંતિ મળતી નહોતી. દિન-રાત દરેક સમયે ગેમ જ રમતો રાખતો હતો. જ્યારે તેને ગેમ ડિલિટ કરવાની વાત કરતા તો તે ખાવા-પીવાનું છોડી દેવાની ધમકી આપતો હતો.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I played on this casino platform and succeeded a substantial sum of money, but later, my mother fell ill, and I needed to withdraw some funds from my balance. Unfortunately, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to the casino site. I plead for your support in bringing attention to this site. Please help me in seeking justice, so that others do not experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. I participated in this gambling website and secured a considerable sum of money. However, eventually, my mom fell seriously ill, and I needed withdraw some money from my account. Regrettably, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mom passed on due to such gambling platform. I urgently request for your assistance in reporting this platform. Please help me out in seeking justice, so that others don’t experience the pain and suffering I’m going through today, and avoid them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page