Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઆઈપીએસ અધિકારી લૂક બદલી નકલી પત્નીને લઈને પહોંચ્યા પોલીસ સ્ટેશન, પછી થઈ...

આઈપીએસ અધિકારી લૂક બદલી નકલી પત્નીને લઈને પહોંચ્યા પોલીસ સ્ટેશન, પછી થઈ જોવા જેવી

પુનાઃ સામાન્ય રીતે આપણને પોલીસ પાસે ફરિયાદ હોય છે કે તેમનો વ્યવહાર જનતા સાથે સારો હોતો નથી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાવ તો પોલીસ યોગ્ય રીતે વર્તન કરતી નથી. પોલીસના આ વ્યવહારને સમજવા માટે પુનાની નજીક આવેલા પિંપરી ચિંચવડ શહેરના પોલીસ કમિશ્નર કૃષ્ણ પ્રકાશ તથા એસપી પ્રેરણા કટ્ટેએ ફિલ્મી અંદાજમાં લુક ચેન્જ કરીને ફરિયાદી બનીને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે પોલીસવાળા સામાન્ય લોકો સાથે કેવી રીતનો વ્યવહાર કરે છે.

પહેલાં બંને પોલીસ અધિકારી પિંપરી પોલીસ સ્ટેશનમાં ગયા હતા. અહીંયા તેમણે ફરિયાદ કરી હતી કે કોરોના પેશન્ટને લઈને હોસ્પિટલ જવાનું હતું, પરંતુ એમ્બ્યૂલન્સ ડ્રાઈવર વધારે પૈસા માગે છે. ડ્યૂટી પર હાજર પોલીસે તરત જ એમ કહ્યું કે આ કામ પોલીસનું નથી. તમે ઈચ્છો છો તો નગરનિગમમાં જઈને ફરિયાદ કરી શકો છો. હાલમાં પોલીસ કોઈ મદદ કરી શકે તેમ નથી. જ્યારે પોલીસ કમિશ્નર પોતાની ઓળખ આપી તો પોલીસવાળો ડરી ગયો હતો.

ત્યારબાદ બંને અધિકારીઓ સોનાની ચેન ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને હિંજેવાડી પોલીસ સ્ટેશન ગયા હતા. અહીંયા પોલીસ કમિશ્નરે પોતાનું નામ કામલ ખાન તથા પ્રેરણા કટ્ટેને પોતાની પત્ની આબેદા બેગમ કહી હતી.

પોલીસ સ્ટેશનમાં કહ્યું હતું કે તેમની સોનાની ચેન ચોરી થઈ ગઈ છે. આ સાંભળીને પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસે તરત જ ફરિયાદ લખવાની શરૂઆત કરી હતી. પછી પોલીસ કમિશ્નરે પોતાની ઓળખ આપી હતી અને પોલીસના વખાણ કર્યા હતા.

ત્યારબાદ બંને અધિકારીઓ વાખડ પોલીસ સ્ટેશન ગયા હતા. અહીંયા તેમણે કહ્યું હતું કે તેમની મીટની દુકાન છે. જોકે, છેલ્લાં થોડાં દિવસથી મોડી રાતના કેટલાંક લોકો આતશબાજી કરે છે, જેથી સવારે ઉઠવામાં તકલીફ પડે છે. જ્યારે તે તથા તેની પત્ની કહેવા ગયા તો તે લોકોએ તેની પત્નીની છેડતી કરી હતી અને તેને માર માર્યો હતો. પોલીસે આ વાત સાંભળીને ફોન પર તરત જ તે વિસ્તારના બીજા સાથીને ફોન કરીને તરત એક્શન લેવાની વાત કરી હતી. આટલું સાંભળ્યા બાદ પોલીસ કમિશ્નરે સાચી ઓળખ આપીને પોલીસની પીઠ થપથપાવી હતી.

પિંપરી ચિંચવડ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવે છે, ત્યારે પોલીસ કેવો વ્યવહાર કરે છે, તે જાણવા માટે પોલીસ કમિશ્ન તથા એસીપીએ વેશ બદલ્યો હતો. આ વાતની જાણ જ્યારે સો.મીડિયામાં થઈ તો યુઝર્સે બંનેના વખાણ કર્યા હતા.

પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે કોરોનાકાળમાં લોકો સાથે સારો વ્યવહાર કરવો જરૂરી છે, બને ત્યાં સુધી લોકોની મદદ કરવાની જરૂર છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your imagination roam! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page