Wednesday, April 10, 2024
Google search engine
HomeGujarat30 વર્ષનો યુવકના વજનથી બૂલેટ પણ હાંફી જાય છે, તસવીરો જોઈને તમારી...

30 વર્ષનો યુવકના વજનથી બૂલેટ પણ હાંફી જાય છે, તસવીરો જોઈને તમારી આંખો પહોળી થઈ જશે

એક યુવકનું વજન ચર્ચાનો વિષય બન્યું છે. 30 વર્ષના યુવકનું અધધ200 કિલો વજન છે. બાઈક પણ તેનું વજન ઉઠાવી શકતું નહીં હોવાથી તે બુલેટ મારફતે પ્રવાસ કરે છે. જોકે, તે પણ જાણે હાંફે છે. રફીક દરરોજ 3 કિલો ચોખા, 4 કિલો લોટની રોટલી, 2 કિલો માંસ, દોઢ કિલો માછલી ખાય છે. તેણે ત્રણ ટાઈમ એક-એક લિટર દૂધની જરૂર પડે છે, એટલે કે દરરોજ એકંદરે 14-15 કિલો ભોજનની જરૂર પડે છે.

બિહારના કટિહારના 30 વર્ષના મોહમ્મદ રફી અદનાનનું ખૂબ જ વજન હોવાને લીધે તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. લોકો તેની મજાક પણ ઉડાવે છે. એક પત્ની તેના માટે પૂરતા પ્રમાણમાં ભોજન બનાવી શકતી નથી. તેને પગલે રફીકે બીજી વખત લગ્ન કરી લીધા. તેના ડાઈટને લીધે લોકો તેને લગ્નમાં તથા અન્ય પ્રસંગોમાં બોલાવતા પણ ડરે છે.

પગે ચાલી શકવા સક્ષમ નથી
રફીક જણાવે છે કે તે ચાલી શકતો નથી. જો થોડા અંતર સુધી ચાલે છે તો તે હાંફી જાય છે. પહેલા હરવા-ફરવામાં મુશ્કેલી પડતી ન હતી. જોકે હવે આમ થાય છે. રફીકના પડોશી સુલેમાને કહ્યું કે તે સંપૂર્ણ હાડીનું ભોજન એકલો ખાઈ જતો હતો. હવે તેનું વજન અસહ્ય થઈ ગયું છે. તેને લીધે તે બુલેટ પણ ક્યારેક ફસાઈ જાય છે. માટે માર્ગોમાં લોકોને ધક્કો લગાવવા કહેવું પડે છે. રફીક એક સમૃદ્ધ ખેડૂત છે, જેને લીધે તેને ખાવા-પીવામાં કોઈ જ મુશ્કેલી પડતી નથી.

સ્થાનિક હોસ્પટલના ડોક્ટર મૃણાલ રંજન કહે છે કે રફીકને બુલિમિયા નર્વોસા નામની બીમારી છે. આ બીમારીમાં લોકો વધારે ખાવા લાગે છે. તેનો સમયસર ઈલાજ કરાવવો જરૂરી છે. જો યોગ્ય સારવાર ન કરાવવામાં આવે તો જીવ જોખમમાં આવી શકે છે.

શું છે બુલિમિયા નર્વોસા રોગ?
​​​​​​​બુલિમિયા નર્વોસા એક ઈટિંગ ડિસઓર્ડર છે, જે ગંભીર અને જીવલેણ છે. આ બીમારીમાં વ્યક્તિ અનિયંત્રિત રીતે ભોજનનો શિકાર બની શકે છે. નિષ્ણાતોના મતે બુલિમિયા નર્વોસાથી પીડિત લોકો હંમેશા ભોજન કરતા જોવા મળે છે અને આ સંજોગોમાં ઘણું વધારે પડતું ભોજન લે છે અને ત્યારબાદ મેદસ્વીતાના ડરથી વ્યાયામ કરવા લાગે છે. નિષ્ણાતો કહે છે કે ઈટિંગ ડિસઓર્ડર અન્ય અનેક પ્રકારના હોય છે. જેમાં એનોરેક્સિયા નર્વૈસા,ઓર્થોરેક્સિયા નર્વોસા તથા બિંજ ઈટિંગ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે.

નિષ્ણાતો કહે છે કે એનોરેક્સિયા એક માનસિક સ્થિતિ છે, જેથી પીડિત લોકો તેમના વજનને લઈ ખૂબ જ સાવચેત થઈ જાય છે અને આ સંજોગોમાં વધારે ડાઈટિંગ તથા વ્યાયામનો સહારો લે છે. આ લોકોને લાગે છે કે જો તેઓ ભોજન લેશે તો મેદસ્વિ થઈ જશે. તેને કારણ તેઓ અનિયમિત તથા ઓછું ભોજન લેવા લાગે છે,જેથી તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page