Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદમાં મોડી સાંજે જોરદાર પવન સાથે મેઘરાજા ત્રાટક્યા, થોડીવારમાં શહેરને ધમરોળી નાખ્યું

અમદાવાદમાં મોડી સાંજે જોરદાર પવન સાથે મેઘરાજા ત્રાટક્યા, થોડીવારમાં શહેરને ધમરોળી નાખ્યું

અમદાવાદમાં મોડી સાંજે અંદાજે પોણા નવ વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણ પલ્ટો માર્યો હતો. થોડીવારમાં જ જોરદાર પવન અને જબરદસ્ત વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા ત્રાટક્યા હતા. ઈન્દ્રદેવ કોપાયમાન થયા હોય એમ અંદાજે 30થી 45 મિનિટમાં તો આખા શહેરને ધમરોળી નાખ્યું હતું. જોરદાર વરસાદથી શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. આખું શહેર થોડીવારમાં તરબતોળ થઈ ગયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના ઘાટલોડીયા, રાણીપ, ન્યુ રાણીપ, મોટેરા, ચાંદખેડા, ગોતા, એસજી હાઇવે, વૈષ્ણવદેવી, સાયન્સ સિટી, શીલજ, બોપલ, ઘુમા, બાકરોલ, નવાપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

તેમાં પણ રાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, બોડકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સરખજે, એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, થતલેજ, બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, નવરંગપુરામાં વરસાદમાં એક ઈંચ જેવો વરસાદ વરસી ગયાના સમાચાર છે.

વરસાદની સાથે જોરદાર વીજળીએ લોકોને ડરાવ્યા હતા. ચોમાસાની રેગ્યુલર સિઝન પહેલા મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ દેખાડયું હતું.

જોકે રાત્રિ કર્ફ્યૂના કારણે રસ્તા પર લોકોની અવર જવર ઓછી હતી. જેના કારણે ક્યાંય ટ્રાફિકની સમસ્યા સર્જાઈ નહોતી.

નોંધનીય છે કે હવામાન ખાતાએ હાલમાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી હતી.

નોંધની છે કે કેરળમાં બે દિવસ પહેલાં જ ચોમાસું બેસી ગયું છે.

ગુજરાતાં ચોસામુ સત્તાવાર રીતે 20 જૂન આસપાસ પહોંચે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your mind soar! ? Don’t just enjoy, savor the thrill! ? Your mind will be grateful for this exciting journey through the worlds of discovery! ?

  2. I engaged on this gambling website and won a significant cash, but later, my mother fell ill, and I required to withdraw some money from my balance. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mother died due to the online casino. I implore for your help in bringing attention to this website. Please support me to obtain justice, so that others won’t have to undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page