Monday, April 15, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના છે?

ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના છે?

અમદાવાદ: આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાનની ઉપર 2 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. (પ્રતિકાત્મક તસવીર)

દક્ષિણ પશ્ચિમી દિશામાં આગળ વધીને પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે દબાણમાં થયેલા ફેરફારથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે અને છુટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર જેમાં રાજકોટ, અમરેલી અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.

આ ઉપરાંત અમુક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાય તેવી સંભાવના છે. બીજી તરફ મહત્તમ તાપમાન 40 અને 41 ડિગ્રી સેલ્શિયસની વચ્ચે રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતનું હવામાન સૂકું અને આકાશ પણ સ્વચ્છ રહેશે તેમ જણાવ્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your mind soar! ✨ Don’t just explore, experience the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page