Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalહિંમત હારવાને બદલે માત્ર 11 વર્ષની દીકરીએ કર્યો દેસી જુગાડ, આ રીતે...

હિંમત હારવાને બદલે માત્ર 11 વર્ષની દીકરીએ કર્યો દેસી જુગાડ, આ રીતે હવે આખા ગામમાં દોડે છે

રાયપુરઃ કહેવાય છે કે માણસનું બધું જ છિનવાઈ જાય તો પણ કંઈ દુઃખ નથી, તેની પાસે મજબૂર ઈરાદા તથા હિંમત આ બે વસ્તુ હોવી જોઈએ. આ બંનેના દમ પર તે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિને પણ સરળ બનાવી શકે છે. આવી જ એક વાત છત્તીસગઢના રાયપુરમાં બની છે. 11 વર્ષીય બાળકીને નાનપણમાંથી બંને પંજા નહોતા. જોકે, તે ક્યારેય નિરાશ થી નહીં. તેણે એક જગ્યાએ બેસી રહેવાને બદલે સતત આનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો હતો.

આ દીકરીનો જન્મ ઘણાં જ ગરીબ પરિવારમાં થયો હતો. દીકરીનું નામ ગીતા છે. તે મૂળ રીતે છત્તીસગઢના ગરીયાબંદ જિલ્લાના છુરા જનપદ પંચાયતમાં રહે છે. નાનપણથી જ ગીતાને બંને પગના પંજા નહોતા. માતા-પિતા મજૂરી છે. તેથી તે દીકરીની દવા કરાવી શકવાની હાલતમાં નહોતા.

ગીતા જ્યારે પંજા વગર ચાલતી હતી તો તેના પગમાંથી લોહી નીકળવા લાગતું. જોકે, તેણે ક્યારેય હિંમત હારીનહીં. જનપદ પંચાયતે ગીતાને હાથથી ચલાવી શકાય તેવી ટ્રાયસિકલ આપી હતી. જોકે, ગીતાએ આ ટ્રાયસિકલ ગામના એક દિવ્યાંગને આપી દીધી હતી. ગીતાએ એમ કહ્યું હતું કે તેના કરતાં વધુ જરૂર તે વ્યક્તિને છે, તો તે કેવી રીતે આ લઈ શકે.

જ્યારે ગીતાને કોઈએ મદદ ના કરી તો તેણે જાતે જ પોતાની સારવાર કરવાનું નક્કી કર્યું હતું. ગીતાના પિતા દેવીરામ ગોડ તથા માતા મજૂરી કરવા જતા ત્યારે ગીતા રોજ ચૂપચાપ ગ્લાસને પોતાના પગમાં નાખીને ચાલવાનો પ્રયાસ કરતી હતી. એક દિવસ જ્યારે ગીતા પિતા ઘરે આવ્યા ત્યારે દોડતી તેમને ગળે વળગી પડી હતી. આ જોઈને પિતાને નવાઈ લાગી, પરંતુ જ્યારે તેમણે ગીતાના પગમાં ગ્લાસ જોયો તો તેમને બધી જ ખબર પડી ગઈ હતી. તેમની આંખમાંથી આંસુ આવવા લાગ્યા હતા.

ગીતા ગ્લાસને કારણે ઘરનું તમામ કામ કરી કે છે. પછી તે કચરા પોતું હોય કે વાસણ કે રસો કે કપડાં. તેને હવે એવું નથી લાગતું કે તેના પંજા નથી. હવે તે બેનપણીઓ સાથે રમે પણ છે.

ન્યૂઝ પેપરમાં આ સમાચાર આવ્યા બાદ રાજ્ય સરકારે ગીતાની મદદ કરવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી બઘેલે ગરિયાબંદના કલેક્ટરને આદેશ આપ્યો છે કે તે ગીતાને તાત્કાલિક ઈલેક્ટ્રોનિક સાયકલ લાવી આપે તથા વડાપ્રધાન આવાસ યોજનામાં પેરેન્ટ્સને ઘર આપે. આ ઉપરાંત રાજ્ય સરકારે ગીતાની સારવાર કરાવવાનો તમામ ખર્ચ પોતે કરવાની જાહેરાત કરી છે. મેડિકલ ટીમ ગીતાના ગામડે જશે અને તેની પૂરી તપાસ કરીને સારવાર કરશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your thoughts roam! ? Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page