Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratદીકરાના લગ્નમાં ખુશીથી નાચતા માતાનું 20 સેકન્ડમાં પ્રાણ પંખેરું ઉડી ગયું, હૃદયદ્રાવક...

દીકરાના લગ્નમાં ખુશીથી નાચતા માતાનું 20 સેકન્ડમાં પ્રાણ પંખેરું ઉડી ગયું, હૃદયદ્રાવક બનાવ

પોતાના પુત્રના લગ્નમાં ડીજે પર ડાન્સ કરતાં-કરતાં માતાની મોત થઈ ગઈ હતી. દુલ્હા પણ માતાની સાથે ડાન્સ કરી રહ્યો હતો. દુલ્હાએ નીચે પડેલ માતાને સંભાળી લીધી હતી પરંતુ માતાએ તેના ખોળામાં જ દમ તોડ્યો હતો. આ ઘટના યુવકના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના 3 ફેબ્રુઆરીની છે પરંતુ હાલ આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

જોકે અલવરમાં સતીષ અને નીલમના પુત્ર નીરજના લગ્ન હતાં. જાન કિશનગઢવાસના બમ્બોરા જવાની હતી જ્યાં 4 ફેબ્રુઆરીએ લગ્નના ફેરા ફરવાના હતાં. 55 વર્ષની માતા નીલમે 3 ફેબ્રુઆરીએ ડીજેના તાલે ઝુમી રહ્યા હતાં. તે સમયે નિલમને પણ ડાન્સ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે ડાન્સ કરતાં-કરતાં અચાનક ઢળી પડી હતી. પુત્રએ તરત જ માતાને સંભાળી હતી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં ડોક્ટરે નીલમને મૃત જાહેર કરી હતી.

પરિવારજનોએ જણાવ્યું કે, નીલમે જેમ તેમ કરીને 20 સેકન્ડ સુધી ડાન્સ કર્યો હતો. પુત્ર નીરજ પણ માતા પાસે ડાન્સ કરી રહ્યો હતો. એટલામાં માતા ડાન્સ કરતાં-કરતાં ઢળી પડી હતી અને તેનું હાર્ટ ફેઈલ થઈ ગયું હતું.

ઘટનાથી પરિવાર પર દુખનો પહાડ તુટી પડ્યો હતો. પહેલા માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આંખોમાંથી આંસૂની નદીઓ વહેતી હતી. બીજા દિવસે ઘરના ચાર સદસ્યો જાન લઈને દુલ્હો લગ્ન કરવા પહોંચ્યો અને જ્યાં માત્ર ફેરા ફરવામાં આવ્યા. ગામના લોકોનું કહેવું છે કે, જિલ્લામાં આવા પ્રકારની ઘટના આ પહેલા ક્યારેય જોઈ નથી.

ગામના લોકોએ જણાવ્યું કે, મહિલાને પહેલાથી હાર્ટનો પ્રોબ્લેમ હતો. જેના માટે દવા પણ ચાલુ હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ કારણે જ તે દિવસે અચાનક ડાન્સ કરતી વખતે હાર્ટ અટેક આવી ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page