વહુ લાવવા માટે હરખઘેલા સસરા હવે પોક મૂકીને રડે છે, ઘરેણા, રોકડ ને જમીન ગઈ હાથમાંથી

તાજેતરમાં થયેલા લગ્નના 9 દિવસ બાદ લૂટેરી દુલ્હન ઘરેણા તથા રૂપિયા લઈને ભાગી ગઈ હતી. થોડા દિવસ પછી મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેને જબરજસ્તી લઈ જવામાં આવી હતી. પરિવારે વરમાળાની તસવીરો તથા ફોટો બતાવીને પીછો છોડાવ્યો હતો. ત્યારબાદ દલાલે પીડિતને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી આપેલી રકમ માગી ના શકે. જ્યારે લૂંટનો કેસ દાખલ થયો ત્યારે પોલીસ તપાસમાં તમામ બાબતો સામે આવી હતી.

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ખેડૂત ભોલા ગુર્જર વહુ લાવવાના ચક્કરમાં દલાલના હાથમાં ફસાઈ ગયા. લગ્ન માટે ભોલાએ ખેરલીની લાઠકી ગામના દલાલ રામસિંહ ગુર્જર તથા તેના બે સાથીઓને છ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ભોલાએ દીકરાના લગ્નમાં 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વહુને સોના-ચાંદીના એક લાખ રૂપિયાના ઘરેણા ચઢાવ્યા હતા. ભોલાએ પોતાની 3 વીઘા જમીન ગિરવે મૂકી હતી. 17 જુલાઈના રોજ અલવરમાં લગ્ન થયા હતા.વરમાળાથી લઈ ગામમાં તમામ વિધિ થઈ હતી. 27 જુલાઈના રોજ વહુ ઘરેણા લઈને ભાગી ગઈ હતી.

પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે દલાલ નીમકાથાનાના પાટણ ગામથી મહિલાને લઈને આવ્યો હતો. તેણે વહુ બનાવવા માટે 60 હજાર રૂપિયા આપ્યા હતા. ભોલા ગુર્જર સાથે લગ્ન કરાવ્યા હતા. મહિલા લગ્નના 9 દિવસ બાદ ભાગી ગઈ હતી. દલાલ પાસે રૂપિયા માગ્યા તો તેણે લૂંટના કેસમાં ફસાવી દીધા. પોલીસે તપાસ કરી ત્યારે તમામ વાતો બહાર આવી હતી.

દલાલ રામ સિંહે લૂંટની વાર્તા ઘડીઃ અલવરના ખેરલી પોલીસ સ્ટેશનમાં 8 સપ્ટેમ્બરના રોજ રામસિંહ ગુર્જરને કહ્યું હતું કે પેટ્રોલપંપ પાસે તેનો સામાન ચોરી થઈ ગયો હતો. તેની બાઇકને બે લોકોએ રોકી હતી. મારપીટ કરીને 2 હજાર રૂપિયા લીધા. રામસિંહે ભોલા પર આરોપ મૂક્યો હતો. પોલીસે તે દિવસે ભોલાનું લોકેશન ચેક કર્યું તો તે ગામમાં હતો. પછી પોલીસને રામસિંહ પર શંકા ગઈ હતી. પછી તપાસ કરવામાં આવી હતી. ત્યારે ખબર પડી કે ભોલા તથા રામસિંહ વચ્ચે રૂપિયા અંગેનો વિવાદ છે.

વહુ ભાગી જતા ભોલાએ પૈસા માગ્યાઃ વહુ ભાગી જતા દલાલ રામસિંહ પાસે ભોલાએ 6 લાખ રૂપિયા પરત માગ્યા હતા. 2 લાખ રૂપિયા તો આપ્યા પરંતુ 4 લાખ આપ્યા નહીં. ત્યારબાદ રામસિંહે ભોલાને ફસાવ્યો હતો.

મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતાઃ પોલીસ તપાસમાં લગ્ન કરાવવાના નામે દલાલોના મોટા નેટવર્કનો ખુલાસો થઈ શકે છે. ગામવાસીઓએ કહ્યું હતું કે રામસિંહે અન્ય અનેક જગ્યાએ લગ્નના નામે દલાલી કરી હતી. તે દૂર દૂરથી યુવતીઓ લઈને આતો હતો. આ યુવતીઓ લગ્નના થોડાં દિવસ બાદ ભાગી જાય છે. જતાં સમયે પોલીસમાં બળાત્કારની ફરિયાદ કરે છે, જેથી તેની પર કોઈ દબામ કરે નહીં. જો આ લોકો સામે કાર્યવાહી ના થઈ તો અનેક લોકો બરબાદ થશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *