Friday, July 19, 2024
Google search engine
HomeNationalશરમનજક કિસ્સો: ત્રણ દીકરાઓને લઈને સાળાની પત્ની સાથે ભાગી ગયો યુવાન

શરમનજક કિસ્સો: ત્રણ દીકરાઓને લઈને સાળાની પત્ની સાથે ભાગી ગયો યુવાન

સંબંધોને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાના આંખમાંથી આંસુ સૂકાવાનું નામ નથી લેતા. કેમ કે આ બિચારી મહિલાનો બેવફા પતિ તેના ભાઈની પત્ની અને તેના ત્રણ સંતાનોને લઈને ભાગી ગયો છે. મહિલા પોલસ સ્ટેશનના અનેક ધક્કા ખાઈ ચૂકી છે, પણ તેની વાત કોઈ સાંભળતું નથી. છેલ્લાં બે મહિનાથી 25 વર્ષની આ મહિલા પોતાના ત્રણ દીકરાની યાદમાં લોહીના આંસુએ રડી રહી છે.

આ રડાવી દેતો બનાવ રાજસ્થાનના પાલીમાં સામે આવ્યો છે. અહીંના આશાપુરા નગરમાં રહેતી 25 વર્ષની રુબી પરવીન નામની મહિલાએ જુબૈર ખાન નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંનેને ત્રણ બાળકો થયા હતા. જેમાં મોટો દીકરો 4 વર્ષનો છે. લગ્ન બાદ બંનેનું લગ્ન હસીખુશીથી ચાલી રહ્યું હતું.

રુબી પરવીન માટે 11 નવેમ્બર, 2021ની તારીખ કયામત બનીને આવી હતી. રૂબીનો પતિ જુબૈર ખાન ત્રણ દીકરા સાથે ઘરેથી ભાગી ગયો હતો. એટલું જ નહીં જુબૈર બીજા કોઈ સાથે નહીં પણ રૂબીના ભાઈની પત્ની (સાળાની પત્ની) સાથે જ ભાગી ગયો હતો.

પોતાના ભાઈની પત્ની સાથે પતિ ભાગી જતાં રુબી પર આભ તૂટી પડ્યું હતું. રડતી આંખે રુબી પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેની ફરિયાદ કોઈએ સાંભળી નહોતી. દરમિયાન કલેક્ટર ઓફિસની બહાર રુબીની રડતી જોઈને વીકલ અરિહન્ત ચોપડાની નજર પડી હતી, તેણે રુબીની આપવીતી સાંભળી હતી.

વકીલ મહિલાને એસડીએમ પાસે લઈ ગયા હતા. જેમણે તરત રૂબીના ત્રણેય બાળકોને શોધવાનું સર્ચ વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું. જોકે આ વાતને પણ બે મહિના થઈ ગયા હજી સુધી રૂબીના તેના ત્રણ બાળકો મળ્યા નથી. આ અંગેની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે તેને સર્ચ વોરન્ટ મળી ગયું છે, જેની તપાસ ચાલું છે. રૂબી પરવીને જણાવ્યું હતું કે મારા ભાઈના છ મહિના પહેલા લગ્ન થયા હતા. મારા ભાઈની પત્ની સાથે મારા પતિને અફેર ચાલું હતું. 11 નવેમ્બર, 2021ની રાતે મારો પતિ મારી ભાભી અને મારા ત્રણ દીકરાઓને લઈને ભાગી ગયો હતો.

શનિવાર સવારે કોર્ટ પરિસરમાં પોતાની માતા સાથે આવેલી રૂબી પરવીન ધ્રુસકેને ધ્રુસકે રડી હતી. ભાવુક થઈને કહ્યું હતું કે બે મહિનાથી મારા દીકરાઓનું મોઢું જોયું નથી. સૌથી નાનો દીકરો શેફ તો ફક્ત એક વર્ષનો છે. દીકરા નહીં મળે તો હું પણ મરી જઈશ.

RELATED ARTICLES

11 COMMENTS

  1. I engaged on this gambling website and succeeded a substantial amount, but later, my mother fell ill, and I needed to take out some funds from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom died due to this gambling platform. I plead for your help in reporting this site. Please support me to obtain justice, so that others won’t have to undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments