Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalમોડું થતું હોવાથી મહિલા ટ્રેનની નીચેથી પાટો ક્રોસ કરવા ગઈ અને અચાનક...

મોડું થતું હોવાથી મહિલા ટ્રેનની નીચેથી પાટો ક્રોસ કરવા ગઈ અને અચાનક જ ટ્રેન ચાલુ થઈ ગઈ પછી..!!!

સીકરઃ કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત રાજસ્થાનના સીકરના જીલો સ્ટેશન પર સાચી ઠરી હતી. સીકરના ‘નીમ કા થાના’ના જીલો રેલવે સ્ટેશન પર એક મહિલા માલગાડી નીચેથી પાટો ક્રોસ કરતી હતી અને આ સમયે માલગાડી ચાલવા લાગી હતી.

શું બન્યું?
મહિલા જ્યારે માલગાડીની નીચેથી પાટો ક્રોસ કરવા જતી હતી ત્યારે અચાનક માલગાડી ચાલવા લાગી હતી. મહિલા ડરીને પાટા પર સીધી સૂઈ ગઈ હતી. મહિલા પરથી એક પછી એક એમ 23 ડબ્બા પસાર થયા પરંતુ તે મહિલાને ઘસરકો સુદ્ધાં પડ્યો નહોતો. મહિલાનું નામ માલીદેવી છે. તે દયાલના નાંગલની રહેવાસી છે.

જયપુર જતી હતીઃ માલીદેવી જયપુર જતી હતી અને જીલો સ્ટેશનથી સવારે 11.15ની ટ્રેન પકડવાની હતી. મોડું થવાને કારણે તે બે નંબરના ટ્રેક પર ઉભેલી માલગાડી નીચેથી પસાર થવા લાગી હતી. ત્યારે જ માલગાડી ચાલવા લાગી હતી. માલીદેવી પાટાની વચોવચ સૂઈ ગઈ હતી. લોકો પણ આ જોઈને હેરાન રહી ગયા હતાં. અનેક લોકોએ આને ચમત્કાર ગણાવ્યો હતો.

રેલવે નથી કરી કાર્યવાહીઃ
માલગાડી પસાર થયા બાદ લોકોએ માલીદેવીને સંભાળી હતી અને રેવાડી-ફુલેરા જતી ટ્રેનમાં બેસાડી હતી. હાલમાં રેલવેએ આ મામલે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page