Friday, July 19, 2024
Google search engine
HomeGujaratરાજકોટમાં પત્નીથી પતિ એ હદે ત્રાસી ગયો કે પોલીસ ચોકીને જ આંગ...

રાજકોટમાં પત્નીથી પતિ એ હદે ત્રાસી ગયો કે પોલીસ ચોકીને જ આંગ ચાંપી દીઘી, જુઓ તસવીરો

રાજકોટમાં એક વિચિત્ર અને શોકિંગ બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીના ત્રાસથી પતિ એ હદે કંટાળી ગયો હતો કે તેણે પોલીસ સ્ટેશનમાં જ રહેવાની જીદ પકડી હતી. તેણે હચમચાવી દેતું પગલું ભરી પોલીસ ચોકીમાં જ આગ લગાડી દીધી હતી. એટલું જ નહીં આગ લગાડ્યા બાદ આરોપી પોલીસ ચોકીની સામે ઉભો રહીને તમાશો જોતો રહ્યો હતો. બનાવથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આગ લાગ્યા બાદ છોડો સમય માટે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબ કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે આરોપીની ધરપકડી કરીન કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જામનગર રોડ પર બજરંગ પોલીસ સ્ટેશનને જ પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ લાંબો સમય જેલમાં રહેવાની જીદ સાથે પેટ્રોલ છાંટી આગ લગાડી હતી.પોલીસ સ્ટેશનના દરવાજાને આગ લાગતા ની સાથે જ આજુબાજુના વેપારીઓ દોડી આવ્યા હતા. વેપારીઓએ પાણી છાંટી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ લગાડ્યા બાદ યુવક ત્યાં જ ઉભો રહી સમગ્ર તમાશો જોઇ રહ્યો હતો.

પોલીસ તપાસમાં આરોપી દેવજી ઉર્ફે દેવો ચાવડા પોતાની પત્નીના ત્રાસથી કંટાળી ગયો હતો. આથી તે લાંબા સમય સુધી જેલમાં રહેવા માગતો હતો. જેના કારણે તેણે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું હાલ પોલીસે જણાવ્યું છે.

ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બજરંગવાળી પોલીસ ચોકીને આગ લગાડનાર વ્યક્તિનું નામ દેવજી ઉર્ફે દેવો ચાવડા છે. દેવજી અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઘર કંકાસ અને આર્થિક સંકડામણને કારણે માથાકૂટ શરૂ છે. દરમિયાન મારે જેલમાં જ રહેવું છે તેમ કહી તેણે આજે પોલીસ ચોકીને આગ લગાડી હતી.

સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે દેવજી ઉર્ફે દેવો ચાવડાને અટકાયત કરી તેના વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની તેમજ આઈપીસીની કલમ 436 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. Воєнторг

    черевики тактичні зимові [url=https://voentorgklyp.kiev.ua/vzuttya/cherevyky/]https://voentorgklyp.kiev.ua/vzuttya/cherevyky/[/url] .

  2. эффективно,
    Индивидуальный подход к каждому пациенту, для поддержания здоровья рта,
    Современные методы стоматологии, для вашего удобства,
    Бесплатная консультация и диагностика, для вашего здоровья и благополучия,
    Инновационные методы стоматологии, для вашего здоровья и красоты улыбки,
    Индивидуальный план лечения и профилактики, для вашего здоровья и уверенности в себе,
    Заботливое отношение и внимательный подход, для вашего здоровья и благополучия
    послуги стоматології [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]послуги стоматології[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments