એકના એક દીકરાના પાર્થિવ દેહને નવડાવી વરરાજાની જેમ કર્યો તૈયાર, બહેનના કરુણ આક્રંદથી ધ્રુજી ઉઠ્યો વિસ્તાર

Gujarat

રાજકોટના ગોંડલમાં એક ખૂબ જ કરૂણ બનાવ સામે આવ્યો છે. શહેરના પ્રતિષ્ઠિત પરિવારના એકના એક દીકરાનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થયું હતું. મૃતકના આ દીવાળી પછી તરત લગ્ન રાખવામાં આવ્યા હતા. પરિવારની ઇચ્છા મુજબ અજયના પાર્થિવદેહને વરરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યો હતો. બહેને ચોધાર આંસુ સાથે ભાઇના દેહને પીઠી ચોળી ભારે હૈયે વિદાય આપી હતી. આ વખતે હાજર સૌ કોઈ રડી પડ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના શ્રીરામ બિલ્ડર્સવાળા મનસુખભાઇ નાગજીભાઇ ચૌહાણના એકના એક પુત્ર અજય ચૌહાણ (ઉં.વ.25)નું ગઇકાલે બપોરે ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થયુ હતું. અજયના આવતી દીવાળી પછી લગ્ન નક્કી કરાયા હતા. તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હતી. વિધિની વક્રતા તો જુઓ જે ભાઈને જાનમાં પોંખવાનો હતો તે ભાઈ જ આ દુનિયાને અલવિદા કહી ગયો હતો.

મૃતક અજયના પિતા મનસુખભાઇની ઈચ્છા મુજબ બ્રાહ્મણને બોલાવી અજયને નવડાવીને વરરાજાની જેમ તૈયાર કર્યો હતો. મૃતક અજયના હાથમાં મીંઢળ બાંધી બહેનએ પીઠી ચોળી હતી તેમજ ગુલાબના ફુલનો હાર પહેરાવ્યો હતો. એટલું જ નહીં અતર છાંટીને એકદમ વરરાજાની જેમ તૈયાર કર્યા બાદ સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.

જેમાં અંતિમયાત્રા નીકળવામાં આવી હતી તેને શાંતિરથને પણ ફુલોથી શણગારવામાં આવ્યો હતો. અંતિમ યાત્રામાં પિતા અને બહેનના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્મશાનયાત્રા દરમિયાન આજુબાજુના તમામ રહીશોની આંખોમા આંસુ છલકાઈ આવ્યા હતા.

અજય પરીવારનો એક દિકરો હતો. પહેલા તેના લગ્ન 21મી મેના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. પણ પિતાની ઈચ્છા ધામધૂમથી લગ્ન કરવાના હોવાથી કોરોનાકાળમાં લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. અને દીવાળી પછી લગ્ન કરવા માટે બંને વેવાઈ રાજી થયા હતા. જોકે ભગવાનને કંઈક અલગ મંજૂર હશે તેમ પરિવારના લાડકા દીકરાને જ છીનવી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *