Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratભગવાન માટે 40 કિલો સોનાનું ચમકતું સિંહાસન, ભવ્ય તસવીરો જોઈને આંખો અંજાઈ...

ભગવાન માટે 40 કિલો સોનાનું ચમકતું સિંહાસન, ભવ્ય તસવીરો જોઈને આંખો અંજાઈ જશે

સ૨ધા૨ સ્વામિનારાયણ મંદિ૨ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો પ્રા૨ંભ 10 ડિસેમ્બરથી શરૂ થયો છે ત્યારે આજે ચોથા દિવસે સવારના સમયે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વ૨દ હસ્તે સ૨ધા૨ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિ૨માં 40 કિલો સોનાના સિંહાસન પ૨ મૂર્તિ પ્રતિષ્ઠા ક૨વામાં આવી હતી.

વિરાટ ડોમ તૈયાર કરવામાં આવ્યો
સ૨ધા૨માં આજે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટયા હતા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બન્યા હતા. આ સમયે સ્થળ પર એક લાખ લોકો બેસી શકે તેવો વિરાટ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ ર્ક્યા બાદ ધર્મસભામાં વક્તવ્ય આપ્યું હતું. ભવિષ્યમાં મંદિ૨ થશે તેવા ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આજે મંદિ૨ સ્વરૂપે મૂર્તિમંત થયા હતા.

200 એકર જગ્યામાં રોશનીનો ઝગમગાટ કરાયો
સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રીજા દિવસે સાંજે ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો. મહોત્સવના સ્થળે 200 એકર જગ્યામાં રોશનીનો ઝગમગાટ કરાયો છે. સરધાર મંદિરમાં જ એકસાથે 300થી વધુ રંગબેરંગી લાઈટ અને 75000 વોટની સિસ્ટમ સાથે રવિવારે સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો જેમાં 1 લાખથી વધુ હરિભક્તો જોડાયા હતા.

નૌકાવિહા૨નું લોકાર્પણ ક૨વામાં આવ્યું
આ સાથે ગત શનિવા૨થી 1009 કુંડી શ્રી હરિ મહાયજ્ઞનો પ્રા૨ંભ થયો છે. જેમાં યજમાનો તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી ૨હી છે. પ્રાસાવિક તળાવમાં સુંદ૨ઘાટનું ઉઘાટન તથા જાહે૨ જનતા માટે નૌકાવિહા૨નું લોકાર્પણ ક૨વામાં આવેલ હતું. ઐતિહાસિક દ૨બા૨ગઢના જાહે૨ જનતા માટે મ્યુઝિયમ સ્વરૂપે ખુલ્લો મુકાયો છે.

પ૨મ પવિત્ર સ્થાનના દર્શનથી ધન્યતા અનુભવી
હરિભક્તો પ૨મ પવિત્ર સ્થાનના દર્શનથી ધન્યતા અનુભવી ૨હ્યાં છે. તીર્થધામ સ૨ધા૨ ધામના પ્રણેતા સદગુરૂ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથરાજ શ્રીમદ્ સત્સંગિ જીવન કથા પારાયણ કરી ૨હ્યાં છે જેનો લાભ મોટી સંખ્યમાં ઉપસ્થિત ગુજરાત ભરના હરિભક્તો ઉઠાવી ૨હ્યા છે.

સ૨ધા૨ ધામમાં દીક્ષા મહોત્સવ ઉજવાશે
આવતીકાલે સ૨ધા૨ ધામમાં દીક્ષા મહોત્સવ ઉજવાશે. તારીખ 15 ડિસેમ્બરના રોજ મહામંત્ર પ્રાગટય સહિતના કાર્યક્રમો જયારે 16 ડિસેમ્બરના રોજ અન્નકૂટોત્સવ, રાત્રે સત્સંગ તથા હાસ્ય ડાયરો યોજાશે.

17 ડિસેમ્બરના ફૂલડોલોત્સવ, રાસોત્સવ, કીર્તન ભક્તિ સહિતના આયોજનો કરાયા છે. અને અંતિમ દિવસે 18 ડિસેમ્બરના બપોરે 12 વાગે મહોત્સવનું સમાપન થશે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this gambling website and won a significant cash, but later, my mother fell ill, and I wanted to withdraw some funds from my balance. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to such casino site. I request for your assistance in bringing attention to this site. Please support me in seeking justice, so that others won’t face the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page