Friday, April 12, 2024
Google search engine
HomeNationalબાળપણની પ્રેમિકા સાથે લગ્ન કર્યા, પત્નીએ ચલાવ્યું ચક્કર, બિઝનેસમેને ન કરવાનું કર્યું

બાળપણની પ્રેમિકા સાથે લગ્ન કર્યા, પત્નીએ ચલાવ્યું ચક્કર, બિઝનેસમેને ન કરવાનું કર્યું

જયપુરની ગલીઓમાં શરૂ થયેલ એક લવસ્ટોરીનો લંડનમાં અંત થયો છે. માલવીય નગર સેક્ટર-2 ના રહેવાસી રાજકુમાર આહુજાના 38 વર્ષિય દીકરા સુમિતે લંડનના ચેરિટી રોડ પર એક અપાર્ટમેન્ટના છઠ્ઠા માળની બાલકનીમાંથી કૂદીને સુસાઈડ કર્યું છે.

પાછળ છોડી ગયો પોતાનાંને રડતાં અને 424 શબ્દોની સુસાઈડ નોટ…!
સુસાઈડ નોટ વૉટ્સએપ પર ફોરવર્ડ કર્યાના 3 મિનિટ બાદતેણે બાલકનીમાંથી કૂદીને આત્મહત્યા કરી દીધી. સુમિત અપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો ત્યાં બહુ મોટો અવાજ થયો. આસપાસનાં લોકો બહાર નીકળ્યાં તો સુમિત લોહી-લુહાણ હાલતમાં પડ્યો હતો. પોલીસે શબને કબજામાં લઈએ એમ્બ્યુલસની મદદથી હોસ્પિટલમાં પહોંચાડ્યું. સુસાઈડ નોટમામ તેણે તેની આત્મહત્યાનું કારણ પત્નીનું અફેર ગણાવ્યું છે. સુમિતનાં 15 વર્ષ પહેલાં લવ મેરેજ થયાં હતાં, પરંતુ તેમની લવ સ્ટોરી 25 વર્ષ જૂની હતી.

અહીં વાંચો બાળપણનો પ્રેમ કેવી રીતે 424 શબ્દોની સુસાઈડ નોટ સાથે ખતમ થયો…

સુમિત અને એ છોકરી એકજ ક્લાસમાં ભણતા હતા.
પિતરાઈ ભાઈ યશ વાધવાનીને જણાવ્યું કે, સુમિત 13 વર્ષનો હતો અને આઠમા ધોરણમાં હતો. સુમિત અને એ છોકરી એકજ શાળામાં એકજ ક્લાસમાં ભણતાં હતાં. સુમિતના પરિવારમાં મમ્મી-પપ્પા અને બહેન છે. પિતા રાજકુમાર આહુજાનો ટેક્સટાઈલનો બિઝનેસ હતો અને માં મીના ડૉક્ટર. ક્લાસમેટ સાથે અફેર અંગે જાણ થતાં પરિવારે તેને સમજાવ્યો, પરંતુ સુમિત પરિવાર વિરૂદ્ધ ઊભો થઈ ગયો. કહેતો હતો કે, આના વગર હું મરી જઈશ.

2007 માં લવ મેરેજ, 2008 માં લંડન જતો રહ્યો’
માલવીય નગરમાં રહીને સુમિતે પોતાની MBA સુધીની સ્ટડી પૂરી કરી. તેની ગર્લફ્રેન્ડ પણ માલવીય નગરમાં રહેતી હતી. 2007 માં બંનેએ લગ્ન કરી લીધાં. તે સમયે સુમિતની ઉંમર 23 વર્ષ હતી, જ્યારે તેની ગર્લફ્રેન્ડની ઉંમર 22 વર્ષ હતી. વર્ષ 2008 માં લંડનની એક કંપનીમાં તેને નોકરી મળી ગઈ અને તે પત્નીને લઈને લંડન શિફ્ટ થઈ ગયો.

કેવી રીતે શરૂઆત થઈ બંનેના સંબંધો બગડવાની

પત્ની નહોંતી ઈચ્છતી બાળકો
યશનો આરોપ છે કે, સુમિતની પત્નીએ તેને પરિવારથી દૂર કર્યો. સુમિત ફેમિલી શરૂ કરવા ઈચ્છતો હતો, પરંતુ તેની પત્ની બાળક માટે તૈયાર નહોંતી. વર્ષ 2016 માં સુમિતને બ્રિટનની નાગરિકતા મળી ગઈ. 2019 માં સુમિતે બ્રિટેનમાં પાર્ટનરશિપમાં કંપની શરૂ કરી. સુમિતે બ્રિટનમાં કંપની, બે ફ્લેટ્સ અને સાથે-સાથે કરોડા રૂપિયા કમાયા.

પત્નીના અફેરથી ડિપ્રેશનમાં જતો રહ્યો
યશે જણાવ્યું કે, સુમિત કરોડો રૂપિયા કમાયો, પરંતુ શાંતિ નહોંતી. સુમિતની પત્નીનું અફેર રચિત નામના કોઈ છોકરા સાથે હતું. બ્રિટનમામ જ રહેતા રચિત બાબતે બંને વચ્ચે ઘણી વાર ઝગડા થયા હતા. પત્નીએ સુમિતને બધાંથી દૂર કર્યો, એટલે તે પોતાની પરેશાની કોઈ સાથે શેર નહોંતો કરતો. મનમાં ને મનમાં ઘુંટાતો રહેતો હતો.

2 વર્ષ પહેલાં પત્ની ડિવોર્સની ફાઈલ મૂકી. પોતાના પ્રેમને બચાવવા માટે તેણે પત્નીને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે ન માની. પોતાના બાળપણના પ્રેમને આ રીતે પોતાનાથી દૂર થતો જોઈ સુમિત ડિપ્રેશનમાં જતો રહ્યો.

સુસાઈડ પહેલાં મિત્રોને આપી પાર્ટી
યશ વાધવાનીએ જણાવ્યું હતું કે 16 સપ્ટેબરે સુમિતે તેના ફ્લેટ પર મિત્રોને પાર્ટી આપી હતી. બપોરે લગભગ 4 વાગે પાર્ટી પૂરી થયા બાદ બધા મિત્રો જતા રહ્યા હતા. ત્યારબાદ કોઈ બાબતે સુમિત અને તેની પત્ની વચ્ચે ઝગડો થઈ ગયો. ત્યારબાદ થોડા સમય બાદ સુમિતે છઠ્ઠા ફ્લોરની બાલકનીમાંથી કૂદકો મારી દીધો.

3 મિનિટ પહેલાં બહેનને વૉટ્સએપ કરી સુસાઈડ નોટ
યશે જણાવ્યું કે, સુમિતે સુસાઈડ કરી એ પહેલાં પોતાના મિત્ર ભાનુને સુસાઈડ નોટ મોકલી. જે ભાનુએ સુમિતની બહેન હર્ષિતા (35) ને વૉટ્સએપ પર મોકલી હતી. જે સુસાઈડની 3 મિનિટ પહેલાં મળી હતી. હર્ષિતા લગ્ન બાદ બ્રિટનના મેનચેસ્ટરમાં શિફ્ટ થઈ ગઈ હતી. ભાઈની સુસાઈડ નોટ મળતાં જ હર્ષિતાના હોશ ઉડી ગયા. તેણે જયપુરમાં પોતાનાં પરિવારજનોને આ સુસાઈડ નોટ સેન્ડ કરી સુમિતના મૃત્યુ અંગે જણાવ્યું.

હવે વાંચો એ સુસાઈડ નોટ…

‘હું તને બીજા કોઈ સાથે નથી જોઈ શકતો’
‘આ સાંજ બહુ સારી હતી. હું આ પગલું એ માટે લઈ રહ્યો છું, કારણકે હું તારી આગળ સાબિત કરી શકું કે, હું હંમેશાંથી આ સંબંધ પ્રત્યે બહુ વફાદાર રહ્યો છું. મેં તને આજે રાત્રે ઘણીવાર પૂછ્યું, પરંતુ તું હંમેશાં ખોટું જ બોલી. હું તને બીજા કોઈ સાથે નથી જોઈ શકતો. તે રચિત (કથિત પ્રેમી) વિશ્વાસપાત્ર નથી અને માત્ર ફાયદો જ ઉઠાવે છે. આ અંગે મેં તને પહેલાં પણ જણાવ્યું હતું.’

‘કોઈને આટલો પ્રેમ ન કરો’
‘મારી પાછળ તારાં અને મારાં ઓળખીતાં લોકો માટે એક મેસેજ છોડીને જાઉં છું કે, મેં હંમેશાં મારા દરેક સંબંધને ખૂબજ પ્રેમ અને સન્માન આપ્યું છે. મેં દરેક સંબંધમાં શરત અને સ્વાર્થ તેમજ કોઈ કૉમ્પિટિશન વગર મારું બેસ્ટ આપ્યું છે.’ ‘પ્લીઝ, તમારાથી જેટલું શક્ય હોય તમારાં માતા-પિતાનું ધ્યાન રાખો, શક્ય હોય તો તમારી મર્યાદામાંથી બહાર જઈણે પણ મદદ કરો. પ્લીઝ ક્યારેય કોઈને આટલો ગાઢ પ્રેમ ન કરો, તે નકામો જ છે.’

‘મને મનોરોગી જાહેર ન કરતા’
‘ખૂબજ વિનમ્રતાથી વિનંતિ કરું છું કે, આ પગલું લેવા બદલ મને મનોરોગી જાહેર ન કરતા. હું મારી સાદગી અને નિશ્ચલતાના કારણે ફેલ થયો છું.’ ‘હું મારા માતા-પિતા સાથે મોતો નથી થયો, એટલે મારા પાલન-પોષણમાં તેમને દોષ આપવામાં ન આવે. મારી ભૂલો માટે હું એકલો જ જવાબદાર છું, એટલે જ મારાથી જાણતાં-અજાણતાં થયેલ ભૂલો માટે હું માફી માંગુ છું.’ મમ્મી-પપ્પા ક્યારેય મારા પ્રેમ (પત્ની) કે બીજા કોઈ માટે કઈં ખરું-ખોટું ન કહેતા.

‘મારી સંપત્તિ મારાં માતા-પિતાને મળે, પછી નોમિની કોઈપણ હોય’
‘મારી 100 ટકા સંપત્તિ કોઈપણ જાતની સમસ્યા વગર મારાં માતા-પિતાને આપી દેવામાં આવે, કારણકે તેઓ લડવાની સ્થિતિમાં નથી, પછી ભલે મારી પર્સનલ પ્રોપર્ટીમાં નોમિની કોઈપણ હોય. મારી કેટલીક ઈચ્છાઓ હતી, જેને પૂરી કરી શક્યો નથી. ભારતમાં એક ઓલ્ડ એજ હોમ બનાવવું હતું. મારા પ્રેમ સાથે આખી દુનિયા ફરવી હતી.. સૌથી મોટી ઈચ્છા હતી મારું પણ એક બાળક અને કુટુંબ હોય.’

‘મારો પરિવાર, મિત્રો મને માફ કરી દો’
‘મમ્મી-પપ્પા, કુનાલ, અંકિત, નેહા, બંને બહેનો, ભાનુ, ડેવિડ, નિકોલા, મારા ભાઈ કાર્તિક અને મારા બધા જ પરિવારના લોકો અને મિત્રો.. મને માફ કરી દો. ‘મારા ઉપર કોઈ લોન નથી, કોઈના મારા પર ઉધાર પૈસા નથી. મેં જે સાથીઓ સાથે આજ સુધી કામ કર્યું છે, તમારા બધા જ સપોર્ટ અને ગાઈડેન્સ માટે તમારું સન્માન કરું છું. મારી પાસે તમને આપવા માટે કઈં નથી.”

‘હું બચી જઉં તો મારાં માતા-પિતાને આ અંગે ન જણાવતા’
‘જો કોઈ પ્રકારે હું જીવતો રહી જાઉં તો, જ્યારે હું મારો નિર્ણય લેવાની સ્થિતિમાં ન આવી જાઉં… ત્યાં સુધી પ્લીઝ, પ્લીઝ મારા પેરેન્ટ્સને આ અંગે કોઈ કઈં ન જણાવો અને મને તેમને પણ ન સોંપતા. હું હવે તેમને દુ:ખ આપી શકું તેમ નથી. મને કેર હોમમાં મોકલી દો. જેટલી શક્ય હોય, દુનિયાના કોઈ બીજા ભાગમાં તમારી સાથે મુલાકાત થશે. હું તમને સૌને બહુ પ્રેમ કરું છું.’ (સુમિતે આ સુસાઈડ નોટ ઈંગ્લિશમાં લખી હતી.)

સુમિતના પરિવારે મૂક્યા આરોપ….

હાથ બાંધેલા હતા, મોં પર કપડું હતું.
પિતરાઈ ભાઈ યશ બાધવાનીએ જણાવ્યું કે, હર્ષિતાએ જણાવ્યું કે, તેમણે સુમિતના પડોસીઓનો સંપર્ક કર્યો. પડોસીઓએ જણાવ્યું કે, સુમિતના સુસાઈડની સુચના પર પોલીસ આવી ગઈ હતી. પોલીસે બૉડીને એમ્બુલેન્સથી પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલની મોર્ચ્યુરીમાં મોકલી દીધી છે. પડોસીઓએ સુમિતની બૉડી જોઈ હતી. તેના હાથ બાંધેલા હતા અને મોં પર કપડું બાંધેલું હતું. એમ્બુલેન્સના કર્મચારીઓએ CPR આપવા માટે ચહેરા પરથી કપડું કાઢ્યું હતું. યશનો આરોપ છે કે, આ રીતે સુમિતે સુસાઈડ નથી કર્યું, તેને દારૂ પીવડાવ્યા બાદ હાથ-મોં બાંધીને ધક્કો મારવામાં આવ્યો છે. બ્રિટન પોલીસ શબને પરિવારજનોને આપવાની જગ્યાએ પત્નીને આપવાની વાત કહી રહી છે.

પત્ની પ્રોપર્ટીમાં જાતે જ બની ગઈ નોમિની
યશનું કહેવું છે કે, તેની પત્નીએ સુમિત પાસે પોતાની જાતને પ્રોપર્ટીમાં નોમિની બનાવડાવી દીધી. કરોડો રૂપિયાની પ્રોપર્ટી પર પરિવારનો હક નથી, પરંતુ પોલીસ બૉડી પણ પરિવારને આપતી નથી. ત્યાંની પોલીસે સુમિતની બહેન હર્ષિતાની ફરિયાદ પણ નોંધી નથી. બ્રિટનની મહારાણી એલીઝા બ્રેથના મૃત્યુના કારણે ત્રણ દિવસ સુધી પોસ્ટમૉર્ટમ થઈ શક્યું નથી. પોલીસ પોસ્ટમૉર્ટમ બાદ શબ તેની પત્નીને સોંપવાની વાત કહી રહી છે.

તેમનું કહેવું છે
માલવીય નગર SHO ધર્મરાજ ચૌધરીનું કહેવું છે કે, 16 સપ્ટેબરની રાત્રે પોલીસ કંટ્રોલ રૂમની સુસાઈડની સુચના મળી હતી. માહિતી આપનારે નંબર પર કૉલ કરી માલવીય નગરના સરનામે પહોંચ્યા. માલવીય નગરમાં મળેલ બુજુર્ગ દંપતિએ દીકરા સુમિતના બ્રિટનમાં સુસાઈડની માહિતી આપી. સુમિતની માહિતી લઈને પાછા પાછા નીકળી ગયા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page