Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodરાખી સાવંતની વ્હારે આવ્યા મુકેશ અંબાણી, કરી આવી મદદ

રાખી સાવંતની વ્હારે આવ્યા મુકેશ અંબાણી, કરી આવી મદદ

ડ્રામા ક્વિન રાખી સાવંત આજકાલ બહુ મુશ્કેલીઓમાં ઘેરાયેલી છે. એકતરફનું લગ્ન જીવન ચિંતાઓથી ઘેરાયેલ છે, ત્યાં બીજી તરફ રાખી માતા બીમાર છે. રાખી સાવંતની માતા પહેલાંથી જ કેન્સરથી પીડાઈ રહી હતી. કેન્સર બાદ તેને બ્રેન ટ્યૂમર થઈ. અત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમનો ઈલાજ ચાલુ છે. તાજેતરમાં જ રાખીએ માતાની બીમારી અંગે વાત કરી હતી. સાથે-સાથે એ પણ જણાવ્યું છે કે, મુકેશ અંબાણી તેની માતાની મદદ કરી રહ્યા છે.

મુકેશ અંબાણીને કરી રાખીની મદદ

કેન્સર બાદ રાખી સાવંતની માતા બ્રેન ટ્યૂમરથી પીડાઈ રહી છે. તાજેતરમાં જ રાખીએ તેની માતાના આ દુ:ખ અંગે જણાવ્યું હતું. રાખી જણાવે છે, ‘મમ્મી કોઈને ઓળખી રહ્યાં નથી. મમ્મી ખાતી પણ નથી. મમ્મીના અડધા શરીરને લકવો પડી ગયો છે.’ વધુમાં રાખી જણાવે છે, ‘હું અંબાણીજીનો આભાર માનું છું. તેઓ મારી માતાના ઈલાજમાં મદદ કરી રહ્યા છે. હોસ્પિટલમાં જે ભાવ બહુ વધારે હતા તેને ઓછા કરાવી રહ્યા છે.’

વધુમાં રાખીએ એમ પણ જણાવ્યું છે કે, તેમની માતાને 2 મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રાખીનો વીડિયો જોઈ સૌ તેની માતા ઠીક થઈ જાય એવી દુવાઓ કરી રહ્યાં છે.

આદિલે સ્વિકારી લગ્નની વાત

એક સમયે ના પાડી રહેલ આદિલે રાખી સાથેનાં લગ્નની વાત સ્વિકારી લીધી છે. આદિલે દુનિયા સામે આવીને સ્વિકાર્યું છે કે, રાખી તેની હમસફર છે. જોકે આદિલે સલમાન ખાનની વઢ પડ્યા બાદ આ સ્વિકાર્યું છે. તાજેતરમાં જ રાખીએ જણાવ્યું કે, સલમાન ખાનનો તેના પર ફોન આવ્યો હતો. સલમાને આદિલને કહ્યું હતું કે, જે કઈં પણ છે, તેની સ્પષ્ટતા કર. જો લગ્ન કરી લીધાં હોય તો સ્વીકારી લે અને ન કર્યાં હોય તો, સ્પષ્ટ ના પાડી દે.

સલમાન ખાનની વઢની અસર આદિલ પર થઈ. ત્યારબાદ તેણે ઈંસ્ટાગ્રામ પર રાખી સાથે પોતાની એક તસવીર શેર કરી. તસવીરમાં રાખી દુલ્હનના રૂપમાં જોવા મળે છે. ફોટો શેર કરતાં આદિલે લખ્યું છે, ‘અંતે હું જાહેરાત કરી રહ્યો છું. રાખી મેં ક્યારેય એવું નથી કહ્યું કે, મેં તારી સાથે લગ્ન નથી કર્યાં. હું માત્ર થોડી વસ્તુઓને મેનેજ કરી રહ્યો હતો. એટલે જ શાંત હતો. હેપ્પી મેરિડ લાઈફ.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page