Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodરાખી સાવંતનું છલકાયું દર્દ, કહ્યું હું પ્રેગ્નેન્ટ હતી પણ લોકોએ મારી વાત...

રાખી સાવંતનું છલકાયું દર્દ, કહ્યું હું પ્રેગ્નેન્ટ હતી પણ લોકોએ મારી વાત ન માની અને…

ડ્રામા-ક્વીન રાખી સાવંત હાલમાં આદિલ ખાન દુર્રાની સાથેના નિકાહને કારણે ચર્ચામાં છે. આદિલે પહેલાં તો આ નિકાહ કર્યા હોવાની ના પાડી દીધી હતી. અંતે, તેણે આ વાત સ્વીકારી હતી. બીજી બાજુ રાખી પોતાની માતાની તબિયત અંગે પરેશાન છે. તેમને પહેલાં કેન્સર થયું હતું અને હવે બ્રેન-ટ્યૂમર થયું છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં એડમિટ છે. આ દરમિયાન રાખીએ પોતાની માતા અંગે વાત કરી હતી. હવે રાખીની નવી જ વાત સામે આવી છે. રાખી સાવંત પ્રેગ્નન્ટ હતી.

રાખી સાવંતે હાલમાં જ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું- ‘હા, પ્રેગ્નન્ટ હતી અને મેં ‘બિગ બોસ મરાઠી’માં આ વાત કરી હતી, પરંતુ બધાને એમ જ હતું કે હું મજાક કરું છું અને કોઈએ મારી વાતને ગંભીરતાથી લીધી નહોતી. જોકે થોડા સમય પહેલાં જ મારું મિસકેરેજ થયું હતું.’

ક્યારેક હા ને ક્યારેક ના પાડ્યા બાદ આદિલે અંતે રાખી સાથેના નિકાહની વાત કબૂલી હતી. આદિલે દુનિયાની સામે આવીને સ્વીકાર્યું કે રાખી તેની પત્ની છે. જોકે આદિલે આ કબૂલાત સલમાન ખાને ઠપકો આપ્યો પછી કરી છે. હાલમાં જ રાખીએ કહ્યું હતું કે સલમાન ખાને આદિલ સાથે વાત કરી હતી. સલમાને આદિલને કહ્યું હતું, ‘જે પણ છે, સ્પષ્ટ કરો. જો લગ્ન કર્યા છે તો સ્વીકાર કર અથવા તો ના પાડી દે.’

રાખીએ સોશિયલ મીડિયામાં લગ્નની તસવીરો ને વીડિયો શૅર કર્યાં છે. તેમણે કોર્ટ વેડિંગ તથા નિકાહ કર્યાં છે. રાખીના મતે તેણે આદિલ સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજાને ત્રણ મહિના ડેટ કર્યા હતા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. રાખીએ પ્રાઇવેટ સેરેમનીમાં મે, 2022ના રોજ આદિલ સાથે નિકાહ કર્યા હતા.

તેણે પોતાનું નામ રાખી સાવંત ફાતિમા રાખ્યું છે. તેણે ઇસ્લામિક ધર્મ અનુસાર નિકાહ કર્યા છે અને ધર્મ પણ બદલ્યો છે. વેડિંગના વાઇરલ વીડિયોમાં રાખીએ પ્રિન્ટેડ લાલ-ગુલાબી શરારા પહેર્યો છે અને માથે દુપટ્ટો નાખ્યો છે. આદિલ કેઝ્યુઅલ લુક બ્લેક શર્ટ ને ડેનિમમાં છે. બંનેનાં ગળામાં વરમાળા છે અને બંને કેટલાક ડોક્યુમેન્ટ્સ સાઇન કરતાં જોવા મળ્યાં હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page