‘રામ’ના Real પરિવારને ભાગ્યે જ જોયો હશે, એક સાથે જોવા મળ્યાં પત્ની ને દીકરો

Bollywood Featured

મુંબઈઃ ટીવીની કેટલીક સીરિયલ એવી છે, જેમને ક્યારેય ભૂલી ના શકાય. એમાંથી એક છે નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરની ‘રામાયણ’. 90ના દાયકાની આ સીરિયલના કલાકારો શનિવારે (સાત માર્ચ)એ કપિલ શર્મા શોમાં સામેલ થયા હતાં. ‘રામાયણ’ના રામ, સીતા અને લક્ષ્મણ એટલે કે અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહરી શોમાં સામેલ થયા. સીતાનો કિરદાર નિભાવનાર દીપિકાએ શો સાથે જોડાયેલી તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. હાલમાં અરુણ ગોવિલ અને દીપિકા એક્ટિંગની દુનિયાથી દૂર છે. બંને પોતાના ફેમિલી અને બિઝનેસમાં વ્યસ્ત છે.


‘રામાયણ’માં રામનું પાત્ર અરુણ ગોવિલે પ્લે કર્યું હતું. અરુણ ગોવિલ 61 વર્ષના છે. મેરઠમાં જન્મેલા અરુણે અભિનેત્રી શ્રીલેખા સાથે લગ્ન કર્યા હતાં. અરુણ ગોવિલને બે બાળકો છે. દીકરાનું નામ અમલ ગોવિલ અને દીકરીનું નામ સોનિકા ગોવિલ છે. દીકરા અમરના લગ્ન થઈ ચુક્યા છે, જ્યારે દીકરી સોનિકા અભ્યાસ પૂર્ણ કરીને જૉબ કરી રહી છે. આઠ ભાઈ-બહેનોમાં અરુણ ચોથા નંબરના છે.


અરુણની દીકરી સોનિકા બેહદ ગ્લેમરસ છે. તે 2016થી મુંબઈની માઈન્ડ શેર કંપનીનમાં પ્લાનિંગ એક્ઝીક્યૂટીવની જૉબ કરી રહી છે. આ પહેલા તે ‘Group M’, ‘Maxus’ જેવી કંપનીઓમાં કામ કરી ચુકી છે. આ પહેલા તે પાર્ટ ટાાઈમ આસિસ્ટન્ટ મીડિયા માર્કેટિંગ મેનેજરની જૉબ પણ કરી ચુકી છે.


વાત તેના ભણતરની કરીએ તો તેણે વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીથી માર્કેટિંગ કમ્યૂનિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. સોનિકા ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની એક્ટિવિટિઝ શેર કરતી રહે છે.


અરુણ ભગવાન રામના રોલમાં એટલા જાણીતા થયા હતા કે અનેક વાર લોકો શૂટિંગ દરમિયાન તેમના આશીર્વાદ લેવા સેટ પર પહોંચી જતા હતા. આ વાત તેમણે પોતે એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. એટલું જ નહીં લોકો ટીવી પર શો શરૂ થતા જ ફૂલોની માળા ચડાવતા હતા.


અરુણે રામાનંદ સાગરની સીરિયલ ‘વિક્રમ-બેતાલ’થી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે રાજા વિક્રમાદિત્યની ભૂમિકા નિભાવી હતી. આ સીરિયલ બાદ તેમને ‘રામાયણ’માં રામની ભૂમિકા મળી હતી. જોકે, રામનો રોલ મેળવવો અરુણ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ વાત કહી હતી.


અરુણે કહ્યું હતું કે શરૂઆતમાં રામાનંદ સાગરે તેમને રામના રોલ માટે રિજેક્ટ કર્યા હતા. કારણ કે તેઓ ઈચ્છતા હતા કે રામનો કિરદાર કરનાર શખ્સ હકીકતમાં પણ ખરાબ લતથી દૂર હોય. અરુણ એ સમયે સિગરેટ પીતા હતા. આ રોલને મેળવવા માટે તેમણે સિગરેટ પીવાનું છોડી દીધું.


રામના રોલ માટે અરુણે સિગરેટ છોડ્યા બાદ તેમણે ક્યારેય સિગરેટને હાથ ના લગાવ્યો. એક્ટિંગ છોડીને અરુણ પ્રોડક્શન કંપની ચલાવી રહ્યા છે. તેમના પ્રોડક્શનમાં ટીવી સીરિયલ ‘મશાલ’ પ્રોડ્યૂસ થઈ હતી. તેમની પ્રોડક્શન કંપની દૂરદર્શન માટે કાર્યક્રમ બનાવે છે.


એક્ટિંગથી દૂર થવા મામલે અરુણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને રામના રોલ બાદ કોઈ સારો રોલ ઑફર ના થયો. તેનું પરિણામ એ આવ્યું કે તેમની એક્ટિંગ કરિયર ખતમ થઈ ગઈ. તેમને એ વાતનું ખૂબ જ દુઃખ પણ છે. ભલે ‘રામાયણ’ ટીવી પર પ્રસારિત થઈ એને ત્રણ દાયકા થઈ ગયા. પરંતુ અરુણ આજે પણ ટીવીના રામ તરીકે જ ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *