પોલીસની વર્દી પહેરીને જમાવતો રૌફ, ખુદ પત્નીએ જ આ રીતે ખોલી નાખી પોલ
રામપુરઃ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક નકલી પોલીસની જાણ થઈ હતી. પોલીસ બનેલા આ વ્યક્તિ વર્દી પહેરીને લોકો પર રોફ જમાવતો હતો. આટલું જ નહીં તે પત્નીને પણ માર મારતો હતો. તેની આદતોથી હેરાન પરેશાન થયેલી પત્નીએ પતિની પોલ ખોલ નાખી હતી.
રામપુરના ટાંડા પોલીસ સ્ટેશનની હદમાં રહેતો વીર સિંહનો એક સંબંધી પોલીસમાં નોકરી કરે છે. ઘરમાં લાગેલી આ વર્દી જોઈને તેના મનમાં વર્દી પહેરવાની ઈચ્છા થઈ હતી. આથી જ તેણે ખોટો રસ્તો અપનાવ્યો હતો.
વીર સિંહે કંઈ જ કહ્યા વગર વર્દી પહેરી લીધી હતી. આટલું જ નહીં તેણે તેના પર ડબલ સ્ટાર પણ લગાવી દીધા હતા. લોકોને એમ જ લાગ્યું કે તે પોલીસ બની ગયો છે. જોકે, તેની પોલ જલદીથી ખુલી ગઈ હતી. વર્દી પહેર્યા બાદ તે પત્ની અનુપમ ભારતીને માર મારતો હતો અને ગામમાં અન્ય લોકો આગળ રોફ જમાવતો હતો.
તેની હરકતથી દુઃખી પત્નીએ આ આખી ઘટનાની માહિતી પોલીસને કરી હતી. નકલી પોલીસની માહિતી મળતા જ અસલી પોલીસ ચમકી ગઈ હતી. નકલી પોલીસને પકડવાની તૈયારી શરૂ કરી હતી.
નકલી પોલીસની પત્ની અનુપમે કહ્યું હતું કે તેમના લગ્ન 2014માં થયા હતા. શરૂઆતમાં બધું જ વ્યવસ્થિત ચાલ્યું હતું. જોકે, લગ્નના એક વર્ષ બાદ જ પતિએ તેને ટોર્ચર કરવાની શરૂઆત કરી હતી. પતિ ઉપરાંત સાસુ, નણંદ તથા દિયર તેને હેરાન કરતા હતા. મહિલાનો આરોપ છે કે પોલીસ બનેલો પતિ રસ્તામાં લોકોને માર મારતો અને ફટકારતો હતો. તેના બીજી મહિલા સાથે સંબંધ છે. અનેકવાર તે મહિલાને બાઈક પર બેસાડીને ફેરવે છે.
તો પોલીસ અંકિત મિત્તલે કહ્યું હતું કે એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ પોલીસની વરદી પહેરીને ફરે છે. મહિલાની ફરિયાદ બાદ તપાસમાં આ વાત સામે છે. આ ગુનો છે અને પોલીસ સ્ટેશનને કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.