Thursday, April 11, 2024
Google search engine
HomeInternationalતાલિબાની આતંક વચ્ચે મંદિરના પૂજારી કરી રહ્યાં છે પૂજા, નિષ્ઠા જોઈને છાતી...

તાલિબાની આતંક વચ્ચે મંદિરના પૂજારી કરી રહ્યાં છે પૂજા, નિષ્ઠા જોઈને છાતી ગજ ગજ ફૂલશે

કાબુલઃ અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો જમાવ્યા બાદ ત્યાંની સ્થિતિ ઘણી જ ભયાવહ થઈ ગઈ છે. લોકો પોતાનો જીવ બચાવવા અહીંથી ત્યાં ભાગી રહ્યાં છે. હજારો લોકો અફઘાનિસ્તાનથી અન્ય દેશોમાં શરણ લઈ રહ્યાં છે. કાબુલમાં એક માત્ર પુજારી છે, જેણે મરવાનું પસંદ કર્યું છે. તે મંદિરની સેવા છોડીને ભાગવા તૈયાર નથી. અફઘાનિસ્તાનના અનેક નેતા તથા મંત્રીઓ પોતાનો દેશ છોડી ચૂક્યા છે અને તેમાં રાષ્ટ્રપતિ અશરફ ગની પણ છે.

અનેકવાર ફિલ્મમાં જોયું છે કે જો જહાજ ડૂબવાનું હોય ત્યારે કેપ્ટન સૌથી પહેલાં તમામ યાત્રીઓને સલામત રીતે ઉતારે છે અને પછી પોતાના વિશે વિચારે છે. પછી ભલે તે જહાજ સાથે કેમ ડૂબી ના જાય. હવે અફઘાનિસ્તાનની હાલત બધાને ખબર છે.

તાલિબાની બોલે છે કંઈ અને કરે છે કંઈ. અફઘાનિસ્તાનની મોટાભાગની પ્રજા દેશ છોડીને જવા માગે છે, જેને તક મળે છે, તે બીજા દેશમાં જઈ રહ્યા છે. બીજા દેશના ફસાયેલા નાગરિકોને બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ છે. સૌથી મોટી મુશ્કેલ લઘુમતીઓની છે.

અફઘાનિસ્તાનમાં રતનનાથ મંદિરના પુજારી પંડિત રાજેશ કુમાર છે. તેમણે કાબુલથી બહાર જવાની ચોખ્ખી ના પાડી દીધી છે. પંડિતે કહ્યું હતું કે જીવ બચાવીને ભાગવું એના કરતાં તે પોતાના ભગવાનને સમર્પિત થવાનું પસંદ કરશે.

વધુમાં પૂજારીએ કહ્યું હતું કે હિંદુ સમુદાયના લોકોએ તેમને કાબુલ છોડીને સાથે આવવાનું કહ્યું હતું. તેમણે તમામ વ્યવસ્થા કરી રાખી હતી.

જોકે, તેના પૂર્વજો ઘણાં વર્ષો સુધી આ મંદિરની સેવા કરી હતી અને હવે તે આ છોડી શકે નહીં. જો તાલિબાનીઓ તેને મારી પણ નાખે છે તો તે તેને સેવાનો જ ભાગ ગણે છે.

આપણે માત્ર ફિલ્મ કે સિરિયલમાં દેશભક્તિ જોઈ છે, ખરી નિષ્ઠા શું છે, તે રાજેશ કુમાર પાસેથી શીખવાની જરૂરી છે. તેમની પાસે કાબુલ છોડવાની તક હતી, પરંતુ તેમણે ભગવાનનો સાથ છોડ્યો નહીં.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #AdventureAwaits Embark into this exciting adventure of knowledge and let your mind soar! ✨ Don’t just read, experience the excitement! ? Your brain will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. I participated on this online casino site and won a considerable sum of money, but eventually, my mom fell ill, and I needed to cash out some money from my account. Unfortunately, I experienced issues and could not complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I implore for your help in lodging a complaint against this online casino. Please help me in seeking justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page