Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratલક્ઝુરિયર્સ કારમાં નશામાં ઝડપાયું કરોડપતિ કપલ, બેફામ કાર હંફારતા પોલીસે દબોચી લીધા

લક્ઝુરિયર્સ કારમાં નશામાં ઝડપાયું કરોડપતિ કપલ, બેફામ કાર હંફારતા પોલીસે દબોચી લીધા

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ગ્રુપના રમણ પટેલના પુત્ર અને પુત્રવધૂને પોલીસે પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પ્રિયેશ પટેલ અને તેની પત્ની કોમલ પટેલ વોલ્વો કારમાં રાજસ્થાનથી આવતી વખતે રતનપુર ચેકપોસ્ટ પર પીધેલી હાલતમાં ઝડપાયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ પ્રિયેશ પટેલ અને કોમલ પટેલ વોલ્વો કારમાં રાજસ્થાનથી રતનપુર બોર્ડરથી ગુજરાતમાં દાખલ થયા હતા. બંનએ નશામાં ચકનાચૂર થઈને બેફામ કાર હંકારતા થર્ટી ફર્સ્ટની ચેકિંગમાં રહેલી શામળાજી પોલીસે તેમની કાર અટકાવી હતી

વોલ્વો કારમાં સવાર કપલને પોલીસ બ્રેથ એનલાઈઝર મશીનથી ચેક કરવાનું કહ્યું હતું. કપલ કોરોના સંક્રમણનું બહાનું કાઢતું રહ્યું હતું. જોકે પોલીસને કપલ નશામાં હોવાનું જણાતા પોલીસે રાબેતા મુજબ બંનેનું મોઢું સૂઘી તેમજ લથડિયા ખાતા બંને સામે પ્રોહિબિશન એક્ટ અને એમવી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લી મળતી વિગત મુજબ પ્રોપ્યુલર બિલ્ડર્સના પુત્રવધૂ કોમલ પટેલને રાત્રે અને પુત્ર પ્રિયેશ પટેલને સવારે જામીન પર મુક્ત કર્યાનું જાણવા મળ્યું હતું. જોકે હજી આ અંગે સત્તવાર વિગત બહાર આવી નથી.

RELATED ARTICLES

1 COMMENT

  1. I played on this gambling website and succeeded a substantial amount, but eventually, my mom fell ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I request for your support in bringing attention to this site. Please assist me to achieve justice, so that others won’t face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page