Thursday, April 18, 2024
Google search engine
HomeNationalલગ્નના 8 દિવસ પહેલાં વરરાજાને થયો કોરોના, PPE કિટ પહેરીને પણ અંતે...

લગ્નના 8 દિવસ પહેલાં વરરાજાને થયો કોરોના, PPE કિટ પહેરીને પણ અંતે કરી નાખ્યા લગ્ન

રતલામઃ લૉકડાઉનને કારણે ભારતભરમાં અનેક લગ્નો અટકી પડ્યા છે. જોકે, આ સમયે મધ્ય પ્રદેશના રતલામના એક અનોખા લગ્ન ચર્ચામાં છે. વરરાજા તથા દુલ્હને પીપીઈ કિટ પહેરીને લગ્ન કર્યા હતા. વરરાજા કોરોના પોઝિટિવ હતો. જોકે, આ લગ્નની ચારે તરફથી ટીકા કરવામાં આવી છે. લગ્નની માહિતી મળતા જ તંત્રની એક ટીમ લગ્ન અટકાવવા માટે આવી હતી. લગ્નમાં બંને પરિવારના માત્ર 4-4 લોકો જ હાજર રહ્યા હતા. પરિવારે વીડિયો કોલ પર આશીર્વાદ આપ્યા હતા.

તંત્રને સોમવાર, 26 એપ્રિલના રોજ માહિતી મળી હતી કે કોરોના પોઝિટિવ યુવકના લગ્ન થઈ રહ્યા છે. ટીમ તાત્કાલિક લગ્ન સ્થળે પહોંચી અને વિરોધ પ્રગટ કર્યો હતો. પરિવારના વૃદ્ધોએ અધિકારીઓને લગ્ન અટકાવવાની ના પાડી હતી. ત્યારબાદ ટીમે મોટી અધિકારી સાથે વાત કરી હતી. પીપીઈ કિટ પહેરાવીને લગ્ન સંપન્ન કરવામાં આવ હતી. લગ્ન બાદ નવદંપતીએ કહ્યું હતું કે તેઓ એટલા માટે લગ્ન કરવા માગતા હતા કે મોટેરાઓની ઈચ્છા પૂરી થઈ જાય અને સરકારની ગાઈડલાઈનનું પાલન પણ થાય.

19 એપ્રિલે વરરાજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ રતલામના પરશુરામ વિહાર નિવાસી એન્જિનિયર આકાશ વર્માના લગ્ન મહેશ નગર સ્થિત સંજના વર્મા સાથે 26 એપ્રિલના રોજ નક્કી થયા હતા. આ દરમિયાન 19 એપ્રિલના રોજ આકાશ વર્માનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને પરિવારે લગ્ન નક્કી કરેલી તારીખે જ લેવાનું ફાઈનલ કર્યું હતું. શહેરના માંગલિક ભવનમાં લગ્નની વિધિ પૂરી થવાની હતી. આ દરમિયાન કટેલાંક લોકોએ પોઝિટિવ હોવાની વાત તંત્રને કહી હતી. કલેક્ટર નવીન ગર્ગ લગ્ન અટકાવવા માટે વરરાજાના ઘરે પરશુરામ વિહાર ગયા હતા.

કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને લગ્નમાં માત્ર 8 લોકોને જ હાજર રહેવાની પરવાનગી આપી હતી. વરરાજા પોઝિટિવ હોવાને કારણે દુલ્હને પણ પીપીઈ કિટ પહેરી હતી. આટલું જ નહીં પરિવારના સભ્યો તથા પંડિત પણ પીપીઈ કિટમાં જોવા મળ્યા હતા. લગ્ન બાદ કલેક્ટરે નવદંપતીને ક્વૉરન્ટિન રહેવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ પરિવારને આઈસોલેશનમાં રહેવાનું કહ્યું છે.

સો.મીડિયામાં વીડિયો વાઈરલઃ આ લગ્નનો વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઈરલ થયો હતો. આ વીડિયો જોઈને લોકો નવાઈમાં મૂકાઈ ગયા હતા. લોકોએ સવાલ કર્યો હતો કે લગ્નની આટલી ઉતાવળ કેમ? જો કોઈ પોઝિટિવ થઈ ગયું તો શું? શા માટે એકાદ બે મહિના રાહ ના જોઈ શકાય? આટલું જોખમ કેમ લેવું?

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page