Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalગરીબ પરિવારમાં થયો જન્મ ને હવે કોન્સ્ટેબલ માત્ર ચાર કલાકમાં બની ગયો...

ગરીબ પરિવારમાં થયો જન્મ ને હવે કોન્સ્ટેબલ માત્ર ચાર કલાકમાં બની ગયો કરોડપતિ

બિલાસપુરઃ કોઈએ સાચું જ કહ્યું છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું જ કંઈક હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઘુમારવી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુનીલ ઠાકુર સાથે થયું હતું. તેનું નસીબ એવું ચમક્યું કે તે માત્ર ગણતરીના કલાકોમાં એક જ ઝાટકે કરોડપતિ બની ગયો હતો. કોન્સ્ટેબલ સુનીલ ઠાકુરને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે ઘણો જ લગાવ હતો અને આ જ કારણે તે કરોડપતિ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે બારી રજાદિયાંનો સુનીલ ઠાકુર 2016ની બેંચનો કોન્સ્ટેબલ છે. તે નાનપણથી જ ક્રિકેટ પાછળ પાગલ હતો. તે અનેકવાર ઓનલાઇન ક્રિકેટ લીગમાં દાવ લગાવતો હતો. જોકે, આ વખતે તેને નસીબે સાથ આપ્યો હતો. સુનીલો દાવો છે કે તેણે એક કરોડ 15 લાખ રૂપિયાનું ઈનામ જીત્યું છે. એક્સપર્ટ્સના મતે, આ પ્રકારની લીગ ઘણી જ જોખમી છે. આમાં ઘણું જ જોખમ રહેલું છે.

ઉલ્લેખનીય છે કે આ અંગે સુનીલે કહ્યું હતું કે તેને વિશ્વાસ નથી થતો કે તે સાચે જ આટલા રૂપિયા જીત્યો છે. તેણે એક ટીમ બનાવીને 2 સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેને પૂરી મેચ જોવાની તક મળી નહીં, પરંતુ તે મોબાઈલ પર સતત ધ્યાન રાખતો હતો. જેવું તેનું નામ પહેલાં નંબરે આવ્યું તો તેને વિશ્વાસ ના થયો કે તેણે 1 કરોડ 15 લાખ રૂપિયા જીત્યા છે. તે આ પૈસા પોતાના પર તથા પરિવારની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને ખર્ચ કરશે. નોંધનીય છે કે ભારત તથા શ્રીલંકાની મેચમાં સુનીલે પૈસા જીત્યા છે.

ગરીબ પરિવારમાં જન્મઃ ક્રિકેટ ફેન્ટસી લીગમાં એક કરોડ 15 લાખ રૂપિયા જીતનાર સુનીલ મૂળ રીતે બિલાસપુરના બેરી રાજદીયાંનો રહેવાસી છે. તે ગરીબ પરિવારમાં જન્મ્યો છે. તેને નાનપણથી ક્રિકેટનો શોખ હતો. સુનીલ ખેતીવાડી કરે છે અને તેનો મોટોભાઈ એક દુકાન ચલાવે છે.

આ રીતે ખર્ચ કરશે પૈસાઃ સુનીલ ઠાકુરને ટેક્સ કાપ્યા બાદ 80 લાખ રૂપિયા 51 હજાર 770 રૂપિયા તેના એપ વોલેટમાં નાખ્યા છે. આ રકમ 3-5 દિવસની અંદર બેંકમાં ટ્રાન્સફર થશે. આ પૈસાથી તે સૌ પહેલાં પોતાના તથા પરિવાર માટે ઘર બનાવશે. ત્યારબાદ ઘરની જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરશે. થોડાં પૈસા પરિવાર તથા બાળકોના ભવિષ્ય માટે બચાવીને રાખશે.

પાંચ વર્ષથી ટીમ બનાવતો હતોઃ સુનીલે કહ્યું હતું કે તેને નાનપણથી ક્રિકેટનો શોખ છે અને તે આ ફેન્ટસી લીગમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષથી નસીબ અજમાવતો હતો. ઇન્ડિયા-શ્રીલંકાની મેચમાં તેનું નસીબ બદલાયું. તેણે 49 તથા 35 રૂપિયામાં ટીમની પસંદગી કરી હતી અને તેમાં તે એક કરોડ 15 લાખ રૂપિયા જીત્યો હતો.

2019માં સુનીલના લગ્ન થયા હતા અને બે મહિના પહેલાં જ દીકરાનો પિતા બન્યો હતો. સુનીલે પ્રાથમિક શિક્ષણ ગામની નજીકની સ્કૂલ દસગાંવમાં લીધું હતું. હાયર સેકન્ડરીનો અભ્યાસ સીનિયર સેકન્ડરી સ્કૂલ ઓહરમાંથી કર્યું છે. ત્યારબાદ સ્ત્રાતકોત્તર મહાવિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી લીધી હતી.

(નોંધ- વન ગુજરાત આ પ્રકારની ફેન્ટસી ગેમને ઉત્તેજન આપતું નથી. આ ન્યૂઝ કવરેજ માટે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page