Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature Rightરવિન્દ્ર જાડેજા-રિવાબાના લગ્નને 5 વર્ષ પૂર્ણ થતાં પત્ની ‘રજવાડી સ્ટાઈલ’માં કરશે સેલિબ્રેશન

રવિન્દ્ર જાડેજા-રિવાબાના લગ્નને 5 વર્ષ પૂર્ણ થતાં પત્ની ‘રજવાડી સ્ટાઈલ’માં કરશે સેલિબ્રેશન

One Gujarat, Rajkot: ક્રિકેટ જગતમાં હાલ ગુજરાતી ખેલાડીઓનો દબદબો છે. તેમાં ‘બાપુ’ તરીકે ફેમસ રવિન્દ્ર જાડેજાનો જલવો જ અલગ છે. દમદાર બેટિંગ, શાનદાર બોલિંગ અને જબરદસ્ત ફિલ્ડિંગથી જાડેજાએ ફેન્સના દીલમાં અલગ જ સ્થાન બનાવ્યું છે. જડ્ડુ એટલે કે રવિન્દ્ર જાડેજાની આજે મરેજ એનિવર્સરી છે. જાડેજાએ આજથી પાંચ વર્ષ પહેલાં આજના દિવસે રીવાબા સોલંકી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્નને 5 વર્ષ પૂર્ણ થતાં રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ સમાજના સમુહલગ્નમાં 34 કન્યાઓને સોનાના ખડગ આપવાની જાહેરાત કરી છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યાં બાદ પત્ની રિવાબા જાડેજા ગમે તેમ કરીને પોતાના સમાજને આગળ લાવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યાં છે. જોકે 21 એપ્રિલના રોજ યોજાનારા સમૂહ લગ્નમાં રિવાબાએ કન્યાઓને ભેટ રૂપે સોનાના ખડગ આપશે. જેમાં કુલ 34 કન્યાઓને 4 નંગ સોનાના ખડગની ભેટ આપવામાં આવશે અને આ ભેટ રિવાબા જાતે આપશે તેવું હાલ જાણવા મળ્યું છે. રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્નને 5 વર્ષ પૂર્ણ થયા છે જેને લઈને સમાજની કન્યાઓને સોનાની ગિફટ આપવા માંગે છે.

રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ એક ખાનગી મીડિયા એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સમાજમાં જરૂરિયાતમંદ લોકોને હંમેશા માટે હું મદદ કરું તેવું મારું સપનું છે અને હાલ એજ સપનાં સાથે હું આગળ દોડી રહી છું. હું હાલ સમાજની ઘણી મહિલાઓ સાથે મીટિંગ પણ કરી રહ્યું છે અને સમાજને કેવી રીતે આગળ લઈ જવાય તેના માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છું. મહત્વની વાત એ છે કે, 17 એપ્રિલ, 2021ના રોજ અમારા લગ્નને 5 વર્ષ પૂર્ણ થયા છે જેને લઈને હું અનોખી રીતે સેલિબ્રેશન કરવા માગું છું.

21 એપ્રિલના રોજ જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા 21માં સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સમુહ લગ્નમાં રિવાદા તરફથી 34 કન્યાઓને 4 નંગ સોનાના ખડગ ગિફ્ટ તરીકે આપવામાં આવશે. 5 વર્ષ પૂર્ણ થતાં રિવાબાએ લગ્નનો એક વીડિયો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતો હતો.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ રિવાબાએ બહેનોને આત્મનિર્ભર બને તેના માટે જામનગર જિલ્લાના બાડા અને ખીરી ગામમાં બે-બે સીવણ મશીનોનું અનુદાન કર્યું હતું. આ સિલાઈ મશીન દ્વારા સિવણ ક્લાસ કરીને બહેનો આત્મનિર્ભર બને અને હાલ કોરોનાને કારણે માસ્ક અને સિલાઈને લગતાં તમામ નાના-મોટા કામો ઘરે બેસીને કરી શકે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I participated on this online casino site and managed a substantial cash, but later, my mom fell ill, and I needed to take out some funds from my casino account. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I request for your assistance in lodging a complaint against this online casino. Please assist me to obtain justice, so that others won’t experience the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. I engaged in this gambling website and achieved a substantial sum of money. However, eventually, my mom fell became very sick, and I wanted to take out some funds from my account. Regrettably, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to this gambling platform. I urgently request for your support in bringing attention to this online casino. Please help me out in seeking justice, so that others don’t experience the pain and suffering I’m going through today, and stop them from undergoing the same heartache. ???

  3. I played on this gambling website and won a considerable cash, but later, my mom fell ill, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to this gambling platform. I request for your assistance in bringing attention to this website. Please support me to obtain justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from crying tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page