વેશ્યાના ઘરની માટી વગર દુર્ગા માતાની મૂર્તિ બની શકતી નથી? કારણ જાણીને લાગશે નવાઈ

Featured Religion

અમદાવાદઃ હાલમાં દુર્ગાષ્ટમીનો તહેવાર દેશભરમાં ચાલી રહ્યો છે. આમ તો આ તહેવાર બંગાળનો વધારે છે પરંતુ હવે તો આખા દેશમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. તમને ખ્યાલ તો દુર્ગામાતાની મૂર્તિ બનાવવા માટે બંગાળના બદનામ વિસ્તાર સોનાગાછીમાંથી માટી લાવવામાં આવે છે. તમે ફિલ્મ ‘દેવદાસ’ જોઈ હોય તો તમને ખ્યાલ હશે કે પારો દુર્ગા માતાની મૂર્તિ માટેની માટી માગવા માટે ચંદ્રમુખીના કોઠા પર જાય છે, ચંદ્રમુખી વેશ્યા હોય છે. તો શા માટે આ રિવાજ છે, તે વિશે અનેક માન્યતા પ્રચલિત છે. સમાજ આ હિસ્સાને ગણતો નથી. તેમના માટે તેમનું અસિતત્વ જ નથી. તો આ સમાજ દુર્ગા મૂર્તિ બનાવવા માટે આટલું મોટું યોગદાન આપે તે વાત ખરેખર મહત્વની છે. તેમના આંગણાની માટી ઉપરાંત ગંગા ઘાટની માટી, ગૌમૂત્ર તથા છાણ ઉમેરવામાં આવે છે.

આ ચાર માન્યતા છેઃ

1. પહેલી માન્યતા છે કે જ્યારે કોઈ પંડિત વેશ્યાના ઘરે માટી માગવા જાય છે, તો તેની પવિત્રતા તથા સારી બાબતો દરવાજાના ઉંબરે રહી જાય છે. જેને કારણે તેના આંગણાની માટી પવિત્ર થઈ જાય છે અને તે ત્યાં સુધી પરત નથી આવતો જ્યાં સુધી તેને માટી ના મળે.
2. બીજા માન્યતા એ છે કે સમાજના આ હિસ્સાને કોઈ મહત્વ આપવામાં આવ્યું નથી. જોકે, તેમને નારી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે, આથી જ તેમને સન્માન આપવા માટે આમ કરવામાં આવે છે.
3. ત્રીજી માન્યતા એ છે કે એક વેશ્યા, માતા દુર્ગાની ભક્ત હતી. તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેણે માતા પાસે એક વરદાન માગ્યું હતું. તેણે વરદાન માગ્યું હતું કે મૂર્તિ ત્યાં સુધી પૂરી નહીં થાય જ્યાં સુધી તેના આંગણાની માટી તેમાં ઉમેરવામાં ના આવે.
4. ચોથી તથા અંતિમ માન્યતા છે કે વેશ્યાઓએ જે કામ પસંદ કર્યું છે, તે ખરાબ છે. તેમને ખરાબ કર્મોમાંથી મુક્તિ અપાવવા માટે તેમના આંગણાની માટીનો ઉપયોગ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *