આ રીતથી જો બનાવશો બાજરીના વડાં તો બનશે એકદમ ટેસ્ટી ને લિજ્જતદાર

Recipe

અમદાવાદઃ શીતળા સાતમનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓના ઘરમાં બાજરીના વડા અચૂકથી બને છે. આજે અમે તમને ટેસ્ટી બાજરીના વડા કેવી રીતે બનાવી શકાય તેની રીત શીખવીશું.

સામ્રગીઃ
500 ગ્રામ બાજરીનો લોટ
200 ગ્રામ ખાટું દહીં
2 ચમચી તેલ
આદું-મરચાં-લસણની પેસ્ટ
મીઠું સ્વાદાનુસાર
મેથીની ભાજી
તલ
ચપટી હીંગ
ચપટી હળદર
તળવા માટે તેલ

રીતઃ
1. સૌ પ્રથમ મેથીની ભાજી એકદમ ઝીણી સમારીને ધોઈ લેવી.
2. કથરોટમાં બાજરીનો લોટ, 2 ચમચી તેલ, મેથીની ભાજુ તથા તમામ મસાલો નાખવો.
3. તમામ વસ્તુઓ સારી રીતે મિક્સ કરીને ખાટા દહીંથી લોટ બાંધવો.
4. લોટ બંધાઈ ગયા બાદ હાથથી હળવે હાથે વડા કરવા.
5. તમામ વડા થઈ જાય એટલે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવું
6. મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તમામ વડા તળવા.
7. ચા કે લીલી ચટણી સાથે સર્વ કરો ગરમાગરમ બાજરીના વડા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *