કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ શું તમે અનિંદ્રા, ડિપ્રેશન કે એન્ઝાઈટીથી પરેશાન છો? રાત્રે ઊંઘ નથી આવતી? તો ઊંઘની દવાઓ લીધા કરતા અજમાવો ગુણકારી પાક્કા કેળાની ચા. કેળાની ચા બનાવવાની એકદમ સરળ છે. આ ચાથી તમને ઊંઘ ઘણી જ સારી આવશે.
સામગ્રી:
2 પાક્કા કેળા
4 કપ પાણી
1/2 ચમચી તજનો પાવડર
1 ચમચી શુદ્ધ મધ
રીત:
1. 4 કપ પાણીને ઉકાળવા મુકો
2. 2 કેળા છાલ સાથે ધોઈને તેની સ્લાઈસ કાપો
3. કેળાને ગરમ પાણીમાં નાંખો અને જ્યાં સુધી પાણી અડધું ના રહે ત્યાં સુધી ઢાંકીને ઉકાળો
4. પાણી ઉકાળીને અડધું થયા બાદ કપમાં ગાળી લો
5. તેમાં તજનો પાવડર અને મધ ઉમેરી ધીમે ધીમે પીવો
હેલ્થ ફેક્ટ્સ:
કેળાની છાલ પોટેશ્યમથી ભરપૂર હોય છે, જે સારી નિંદ્રા લાવવામાં મદદ કરે છે
રાત્રે ઊંઘવાના અડધો કલાક પહેલા કેળાની ચા પીવી ફાયદાકારક છે.
Wonderful information.