Tuesday, April 16, 2024
Google search engine
HomeRecipeછાશ ફિક્કી લાગતી હોય તો આજે ઘરે બનાવેલો આ મસાલો નાખો, છાશ...

છાશ ફિક્કી લાગતી હોય તો આજે ઘરે બનાવેલો આ મસાલો નાખો, છાશ લાગશે એકદમ ટેસ્ટી

અમદાવાદઃ ઠંડીમાં રાહત મેળવવા આપણે ઠંડા પીણા, આઈસક્રીમ, લસ્સી ને છાશ વધુ પ્રમાણમાં પીતા હોઈએ છીએ. ઠંડા પીણા વધુ પીવામાં આવે તો નુકસાન કરે છે. ઠંડી છાશ આ ઉનાળામાં સૌથી બેસ્ટ છે. ઠંડી ઠંડી છાશ પર મસ્ત મસાલો નાખવામાં આવે તો તે પીવાની મજા જ કંઈક અનેરી છે. તો ચાલો આજે આપણે છાશનો મસાલો બનાવીએ…

સામગ્રીઃ
– 2 ચમચી – જીરૂ
– 1 ચમચી – સફેદ મરચું
– 1/2 ચમચી – કાળામરી પાઉડર
– 1/2 ચમચી – ધાણાં
– 1 ચમચી – સંચળ
– 1 ચમચી – વરિયાળી પાઉડર
– 1 ચમચી – સૂકો ફુદીનો
– 1/2 ચમચી – આદૂનો પાઉડર

રીત:
1. એક ફ્રાઇ પેનમાં જીરૂ અને ધાણાં ઉમેરો, હવે હળવી આંચ પર તેને આછા ભૂરા રંગના થવા દો. તેને ઠંડા થવા દો.
2. ત્યાર પછી મિક્સરમાં જીરૂ, ધાણાં, ફુદીનો, સંચળ, વરિયાળી પાઉડર, આદૂનો પાઉડર, સફેદ મરચું પાઉડર અને કાળામરી પાઉડર ઉમેરી તેને બરાબર પીસીને બારીક પાઉડર બનાવી લો.
3. તેને એક બાઉલમાં નીકાળીને ઠંડો થવા દો.
4. તૈયાર છે છાશનો મસાલો.
5. તેને એરટાઇટ ડબ્બામાં બંધ કરીને મૂકી દો.
6. જ્યારે ઇચ્છા થાય ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.

નોટઃ
જો તમારી પાસે સફેદ મરચું પાઉડર નથી તો તમે જરૂરિયાત મુજબ કાળામરી પાઉડર ઉમેરી શકો છો. સફેદ મરચું પાઉડર છાશનો રંગ યથાવત રાખે છે. તે સિવાય તમે મસાલામાં એક ચમચી હીંગ પણ ઉમેરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page