Thursday, April 11, 2024
Google search engine
HomeRecipeવરસાદી માહોલમાં બનાવો જોધપુરી મિર્ચી વડા, જોતા જ મોંમાં આવશે પાણી!

વરસાદી માહોલમાં બનાવો જોધપુરી મિર્ચી વડા, જોતા જ મોંમાં આવશે પાણી!

અમદાવાદઃ જોધપુર મિર્ચી વડા રાજસ્થાનનું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે, જે ખાવામાં સ્પાઈસી તથા ક્રિસ્પી છે. જોધપુરના મિર્ચી વડા કે જોધપુરી મિર્ડી વડાના નામથી લોકપ્રિય છે. સ્પાઈસી ખાનારાઓની આ પહેલી પસંદ છે. વરસાદી માહોલમાં ખાવાની ઘણી જ મજા આવે છે.

સામ્રગીઃ
6 ઘોલર મરચાં
1.5 કપ બેસન
1 નાની ચમચી મીઠું
1 નાની ચમચી હળદર
1/2 ચમચી અજમો
1 નાની ચમચી મરચું
1/8 ચમચી બેકિંગ સોડી
6 બટાકા
હિંગ (ચપટી)
1/2 નાની ચમચી જીરું
આદું (બારીક પીસેલું)
2 લીલા મરચાં (બારીક પીસેલા)
1 નાની ચમચી ધાણાજીરું
1/2 ચમચી આમચૂર પાવડર
1/2 નાની ચમચી ગરમ મસાલો
કોથમીર (બારીક સમારેલી)
તળવા માટે તેલ

રીતઃ
1. એક વાસણમાં બેસન લઈને થોડું-થોડું પાણી નાખીને ખીરું બનાવો. ખીરું થોડું ઘટ્ટ રાખવું. ભજીયામાં જેવું હોય છે, તેવું જ રાખવું.
2. ખીરામાં મીઠું, હળદર, અજમો, લાલ મરચું, બેકિંગ સોડા બધી જ સામ્રગી નાખીને બરોબર મિક્સ કરીને થોડીવાર ઢાંકીને મૂકી રાખવું.
3. સ્ટફિંગ માટે છ બટાટાને બાફી નાખવાં. બટાટા હાથેથી છુંદી નાખવા.
4. એક કઢાઈમાં મધ્યમ આંચ પર થોડું તેલ ગરમ કરવા મૂકો અને તેમાં હિંગ તથા જીરાનો વઘાર કરો. ત્યારબાદ તેમાં આદું, મરચા નાખો.
5. હવે તેમાં હળદર, બટાકાનો માવો, મીઠું, ધાણાજીરું, આમચૂર પાવડર નાખીને મિક્સ કરો.
6. ત્યારબાદ તેમાં ગરમ મસાલો તથા કોથમીર નાખીને પાંચ મિનિટ ચઢવો દો.
7. હવે કઢાઈમાં તળવા માટે તેલ ગરમ મૂકો.
8. ઘોલર મરચાંની અંદર સ્ટફિંગ ભરો.
9. તેલ ગરમ થાય એટલે ઘોલર મરચા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર તળી લો.
10. બધા જ મરચાં આ રીતે તળી લો.
11. ગરમાગરમ મરચા વડા ચા કે ચટણી સાથે સર્વ કરો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this exciting adventure of discovery and let your thoughts fly! ? Don’t just explore, experience the thrill! ? ? will thank you for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page