Thursday, April 18, 2024
Google search engine
HomeRecipeનજર હંમેશા વજન કાંટા પર રહે છે? તો આ ચાટ ખાસ તમારા...

નજર હંમેશા વજન કાંટા પર રહે છે? તો આ ચાટ ખાસ તમારા માટે જ છે તો બનાવો મખાના ચાટ

કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ જો તમારી નજર પણ વજન કાંટા પર રહેતી હોય અને કેલરી કાઉન્ટ કરીને જમતા હોવ, તો આ ફરાળી સ્નેક ખાસ તમારા માટે જ છે. રોસ્ટેડ મખાના ચાટ , મખાના પોટેશ્યમ અને મેગ્નેશ્યમથી ભરપૂર છે. આમાં સોડિયમનું પ્રમાણ નહીંવત છે. વધુ મેગ્નેશ્યમ અને ઓછું સોડિયમ એ એક એવું કોમ્બિનેશન છે જેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. ઉપરાંત મખાના એન્ટી-એજીંગ ફૂડ છે. રોજ જો ખાવામાં આવે તો સ્કિન ગ્લો કરે છે અને ટાઇટ રહે છે.

તો આ શ્રાવણમાં તળેલું બહારનું ખાવા કરતા ઘરે જ બનાવો આ સરળ મખાના ચાટ. નોંધી લો તેની રેસીપી.

સામગ્રી:
1 કપ – મખાના
1 નાનું બાફેલું બટાકુ
1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર
1/2 ચાટ મસાલો
1/2 ચમચી સિંધાલુણ
1 ચમચી ખજૂર-આંબલીની ચટણી
1 ચમચી કોથમીર-ફુદીનાની ચટણી
1/2 કપ મોળું દહીં
સજાવટ માટે કોથમીર

રીત:
1. એક નોનસ્ટિક પેનમાં મખાનાને ધીમી આંચ પર રોસ્ટ કરો. (2 મિનિટ જેટલો સમય લાગશે. ધ્યાન રાખો મખાના બળી ના જાય)
2. રોસ્ટ થયેલા મખાનાને એકદમ ઠંડા થવા દો. (ઠંડા થતા લગભગ 30 મિનિટ લાગશે)
3. બાફેલા બટાકાના નાના ટૂકડા કરો
4. એક મોટા બાઉલમાં મખાના અને બટાકાના ટૂકડા મિક્સ કરો.
5. તેમાં ચાટ મસાલો, જીરા પાવડર અને સિંધાલુણ નાંખી મિક્સ કરો.
6. તેમાં દહીં, ખજૂર-આંબલીની ચટણી અને કોથમીર-ફુદીનાની ચટણી નાંખી મિક્સ કરો.
7. બધું જ મિક્સ કરી ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

નોંધઃ વેરિએશન માટે આમાં બાફેલી સીંગ પણ ઉમેરી શકો છો. શ્રાવણના ઉપવાસ હોવાથી ઓછા મસાલા વાપરવામાં આવે, તે સ્વાસ્થ્ય માટે વધુ સારું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page