Tuesday, April 9, 2024
Google search engine
HomeRecipeહોટલમાં ઈડલી-ઢોંસા સાથે મળતો ગન પાવડર બનાવવો એકદમ સરળ, વધી જશે ખાવાનો...

હોટલમાં ઈડલી-ઢોંસા સાથે મળતો ગન પાવડર બનાવવો એકદમ સરળ, વધી જશે ખાવાનો ટેસ્ટ!

અમદાવાદઃ જ્યારે આપણે સાઉથ ઈન્ડિયન ખાવા માટે બહાર હોટલમાં જઈએ ત્યારે કોપરાની ચટણી સાથે એક પાવડર જેવું પણ આપતા હોય છે. તેને મલગા પોડી કહે છે. તેલ સાથે મિક્સ કરીને આ મલગા પોડી ઢોંસા કે ઈડલી પર લગાવીને ખાવાની હોય છે. આનાથી ઈટલી-ઢોંસા એકદમ ટેસ્ટી લાગે છે. આ પાવડર એર ટાઈટ કાચની બરણીમાં ભરી રાખવાથી મહિનાઓ સુધી ચાલે છે. તો આજે આપણે બનાવીએ મલગા પોડી. આને ગન પાવડર પણ કહેવામાં આવે છે. આ પાવડર સાઉથ ઈન્ડિયન ફૂડનો ટેસ્ટ વધારે છે.

સામ્રગીઃ
20-25 સૂકા લાલ મરચા
1/2 કપ સફેદ તલ
તેલ
1 ચમચી રાઈ
1/4 કપ ચણાની દાળ
1/4 કપ અડદની દાળ
15-20 લીમડાના પત્તા
1 ચમચી હિંગ
મીઠું (સ્વાદ મુજબ)

રીતઃ
1. સૌ પહેલાં સૂકા લાલ મરચાનાં ડિંટા કાઢીને ધીમી આંચ પર કઢાઈમાં શેકો. (વચ્ચે હલાવતા રહો.)
2. શેકાઈ જાય એટલે સૂકા લાલ મરચાને એક બાઉલમાં કાઢી લો.
3. ત્યારબાદ તલને એક ચમચી તેલ નાખીને શેકો લો. સહેજ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો. (શેકતી વખતે સતત હલાવતા રહો)
4. તલ શેકાઈ જાય એટલે બાઉલમાં કાઢી લો.
5. કઢાઈમાં એક ચમચી તેલ નાખો. તેમાં રાઈ નાખો. રાઈ તતડવા લાગે એટલે તેમાં ચણા-અડદની દાળ ધીમી આંચ પર લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. (શેકતી વખતે સતત હલાવતા રહો)
6. દાળ શેકાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો.
7. ત્યારબાદ લીમડાના પત્તાને પણ શેકી લો અને બાઉલમાં કાઢો.
8. બધા જ મસાલા મિક્સ કરો અને તેમાં હિંગ-મીઠું નાખીને બરોબર હલાવી લો અને ઠંડા થવા દો.
9. સામ્રગી ઠંડી થાય એટલે મિક્સરમાં એકદમ બારીક પીસી લો.
10. તૈયાર છે મલગા પોડી.
11. મલગા પોડી પાવડરને કાચની બરણીમાં ભરીને રાખો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your imagination roam! ✨ Don’t just explore, experience the thrill! ? ? will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page