Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsUKમાં હાર્દિક પંડ્યાના હાલ ચાલ પૂછવા પહોંચ્યા નીતા અંબાણી

UKમાં હાર્દિક પંડ્યાના હાલ ચાલ પૂછવા પહોંચ્યા નીતા અંબાણી

લંડનઃ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને ટીમના ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ થોડા દિવસ પહેલાં જ લંડનમાં પીઠની ઈજાની સર્જરી કરાવી હતી. હાર્દિક પંડ્યા હાલમાં લંડનમાં છે અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપરસન નીતા અંબાણીએ લંડનમાં હાર્દિક પંડ્યાની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતાં.

ત્યાર બાદ હાર્દિકે ટ્વિટર પર નીતા અંબાણીનો આભાર માન્યો હતો અને તેની સાથેની તસવીર અપલોડ કરી હતી. તેણે ટ્વિટમાં લખ્યું હતું કે, લંડનમાં આવીને મને મળવા માટે ભાભી તમારો ખૂબ આભાર. તમારી શુભેચ્છાઓ અને પ્રોત્સાહન મારા માટે ઘણા મહત્વના છે. તમે હંમેશા પ્રેરણાદાયી રહ્યા છો.


નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાને ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપ 2019 દરમિયાન પીઠની ઈજા થઈ હતી અને તેણે યુકેમાં જે ડોક્ટર પાસે ચેક અપ કરાવ્યું હતું તેમની પાસે જ તેણે સર્જરી કરાવી હતી. તે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી ટી20 શ્રેણીમાં રમ્યો હતો જ્યાં તેને ફરીથી ઈજાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ તેણે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો હતો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this online casino site and succeeded a substantial amount, but later, my mom fell sick, and I wanted to take out some earnings from my balance. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I request for your help in reporting this website. Please support me to achieve justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page