Saturday, April 13, 2024
Google search engine
HomeBusinessમુકેશ અંબાણીનો ધમાકો, રિલાયન્સ બની દેશની સૌથી આવકવાળી કંપની

મુકેશ અંબાણીનો ધમાકો, રિલાયન્સ બની દેશની સૌથી આવકવાળી કંપની

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ દેશની સૌથી વધુ વાર્ષિક રેવેન્યુવાળી કંપની બની ગઈ છે. તેણે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ને પાછળ છોડી છે. 31 માર્ચે પૂરા થતા નાણાંકીય વર્ષ (2018-19)માં રિલાયન્સની રેવેન્યુ 6.23 લાખ કરોડ રૂપિયા હતી, જ્યારે આઈઓસીની 6.17 લાખ કરોડ રૂપિયા હતી.

રિલાયન્સનો વાર્ષિક નફો 13% વધ્યો, આઈઓસીનો 24% ઘટ્યો

નાણાકીય વર્ષ 2018-19માં રિલાયન્સ દેશની સૌથી વધુ નફો રળતી કંપની પણ રહી હતી. આખા વર્ષમાં રિલાયન્સનો નફો 39,588 કરોડ રૂપિયા હતો, જે આઈઓસીના નફા 17,274 કરોડની તુલનાએ બે ગણો વધુ છે. 2017-18માં રિલાયન્સને 34,988 કરોડ રૂપિયા, જ્યારે આઈઓસીને 22,626 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. 10 વર્ષ પહેલા રિલાયન્સનુ કદ આઈઓસીની તુલનાએ અડધું હતું, પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં રિલાયન્સે ટેલિકો, રિટેલ અને ડિજીટલ સર્વિસિસ બિઝનેસમાં ઝડપથી વિસ્તાર કર્યો હતો.

માર્કેટ કેપમાં પણ રિલાયન્સ નંબર વન

રિલાયન્સ આવક, નફો અને માર્કેટ કેપમાં દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સની હાલની માર્કેટ કેપ 8.49 લાખ કરોડ રૂપિયા છે. માર્કેટ કેપમાં 7.91 લાખ કરોડ સાથે ટીસીએસ બીજા નંબર પર છે.

રિલાયન્સ પાસે 1.33 લાખ કરોડ રૂપિયા કેશ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ પાસે 1.33 લાખ કરોડ રૂપિયાની કેશ રિઝર્વ છે, પણ તેનું દેવું પણ સૌથી વધુ 2.87 લાખ કરોડ રૂપિયા છે. બીજી તરફ આઈઓસીનું કુલ દેવું 92,700 કરોડ રૂપિયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page