Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratરીબડાના મહિપતસિંહ જાડેજાનું અવધાન, ક્ષત્રિય સમાજમાં શોક

રીબડાના મહિપતસિંહ જાડેજાનું અવધાન, ક્ષત્રિય સમાજમાં શોક

આજે સવારે સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું નિધન થયું હતું. મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડા ગામમાં બહુચર્ચિત હતા. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે.

મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્ય કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળતા મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે જોડાયા હતા. ગોંડલ તથા રીબડાના સ્થાનિક રાજકારણમાં મહિપત સિંહ જાડેજાનું ખાસ વર્ચસ્વ હતું.

મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડાના વતની હતા. મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલથી ચૂંટાઈને આવ્યા હતા. ધારાસભ્ય કાળ દરમિયાન મહિપતસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા. માજી ધારાસભ્યની સાથે મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિના મૃત્યુ પછી દાન કે સેવાકીય કાર્યો કરવામાં આવે છે, પરંતુ રાજકોટ નજીક આવેલા ગોંડલના પૂર્વ ધારાસભ્યએ જીવતાં જ જગતિયું કરવાનું નક્કી કર્યું હતું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજાએ પોતાના 83મા જન્મ દિવસે પોતાના જીવતા મરસિયા સાંભળવાનું મન બનાવ્યું હતું.

આ માટે ગોંડલના રીબડા ખાતે 24મે 2019ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના મહિપતસિંહ માટે લોકસાહિત્યના 12 જેટલા કવિઓએ આ મરસિયા ગાયા હતા. તેની સાથે-સાથે મહિપતસિંહે રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ આપ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page