Thursday, April 11, 2024
Google search engine
HomeSportsમેરેજ એનિવર્સરી પર 'સર' જાડેજાએ કરી કમાલ, પત્ની રીવાબાના રીએક્શન થયા વાયરલ

મેરેજ એનિવર્સરી પર ‘સર’ જાડેજાએ કરી કમાલ, પત્ની રીવાબાના રીએક્શન થયા વાયરલ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ 17 એપ્રિલે તેની છઠ્ઠી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી. આ દિવસે ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી. રવિન્દ્ર જાડેજા માટે મેદાન પર સારો દિવસ રહ્યો અને તેણે બેટ, બોલ અને ફિલ્ડિંગમાં પ્રભુત્વ જમાવ્યું. જોકે અંતે CSKનો પરાજય થયો હતો.

આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સ્ટેન્ડમાં હાજર રહ્યા હતા અને તેમના પતિને પ્રોત્સાહિત કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર રિવાબાની તસવીર પોસ્ટ કરી અને લગ્નની વર્ષગાંઠ પર તેમને શુભેચ્છા પાઠવી.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ટાઇટન્સ સામે 12 બોલમાં 22 રન ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ પોતાની ઇનિંગમાં 2 સિક્સર ફટકારી હતી. છેલ્લે આવતા, કેપ્ટન જાડેજાએ ઝડપથી રન બનાવ્યા અને તેની ટીમને સ્કોર વધારવામાં મદદ કરી.

બોલિંગ કરતી વખતે પણ રવિન્દ્ર જાડેજાએ રિદ્ધિમાન સાહાની વિકેટ લીધી હતી. જાડેજાએ પોતાના સ્પેલમાં 3 ઓવર નાંખી અને 25 રન આપ્યા. આ સિવાય રવીન્દ્ર જાડેજાએ ફિલ્ડિંગ કરતી વખતે રાહુલ ટીઓટિયાની વિકેટ પણ લીધી હતી.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ થયા હતા. બંનેના લગ્ન રાજકોટમાં જ થયા હતા. લગ્ન સમારોહમાં ઘણા ક્રિકેટરો પણ સામેલ થયા હતા. રવિન્દ્ર અને રીવાબાને નિધ્યાના નામની પુત્રી પણ છે. રવિન્દ્ર જાડેજા અવારનવાર પોતાની દીકરી સાથે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page